જાણો મીરાબાઈના જીવન ચરિત્ર વિશે અને તેમની રામ-કૃષ્ણ ભક્તિ વિશે

મીરા બાઈ ભગવાન શ્રીકૃષ્ણનાં સૌથી મોટાં ભક્ત માનવામાં આવે છે. મીરા બાઈએ જીવનભર ભગવાન કૃષ્ણની ભક્તિ કરી હતી. તેમનું મૃત્યુ પણ ભગવાનની મૂર્તિમાં જ સમાઇને થયું હતું. મીરા બાઈની જયંતી વિશે ઐતિહાસિક રેકોર્ડ તો નથી પરંતુ હિંદુ કેલેન્ડરમાં શરદ પૂનમના દિવસને મીરાબાઈની જયંતી સ્વરૂપે મનાવવામાં આવે છે. મીરા બાઈના જીવન સાથે જોડાયેલી અનેક વાતોને આજે પણ રહસ્ય માનવામાં આવે છે. ગીતાપ્રેસ ગોરખપુરની પુસ્તક ભક્ત-ચરિતાંક પ્રમાણે મીરા બાઈના જીવન અને મૃત્યુ સાથે જોડાયેલી થોડી વાતો ઉલ્લેખવામાં આવી છે.

મીરાબાઈ જોધપુર, રાજસ્થાનના મેડવા રાજકુળની રાજકુમારી હતાં. મીરાબાઈ મેડતા મહારાજના નાના ભાઈ રતન સિંહની એકમાત્ર સંતાન હતાં. મીરાબાઈ જ્યારે બે વર્ષનાં હતાં, તેમની માતાનું મૃત્યુ થઇ ગયું હતું. માટે તેમના દાદા રાવ દૂદા તેમને મેડતા લઇ આવ્યાં અને તેમની દેખરેખમાં તેમનો ઉછેર કર્યો હતો. મીરાબાઈનો જન્મ લગભગ 1498માં થયો હતો.

૧. ભોજરાજ સાથે લગ્નઃ-
મીરાબાઈ લગ્ન લાયક થયાં ત્યારે તેમના ઘરના લોકોએ તેમના લગ્ન કરવાનું વિચાર્યું, પરંતુ મીરાબાઈ શ્રીકૃષ્ણને પતિ માનતાં હતાં અને કોઇ અન્ય સાથે લગ્ન કરવા માંગતાં નહોતાં. મીરાબાઈની ઇચ્છા વિરૂદ્ધ તેમના લગ્ન મેવાડના રાજકુમાર ભોજરાજ સાથે કરી દેવામાં આવ્યાં હતાં.

૨. શ્રીકૃષ્ણમાં સમાઇને મીરાબાઈનો અંત થયોઃ-
જીવનભર મીરાબાઈની ભક્તિ કરવાના કારણે તેમની મૃત્યુ શ્રીકૃષ્ણની ભક્તિ કરતાં જ થઇ હતી. માન્યતાઓ પ્રમાણે વર્ષ 1547માં દ્વારતામાં તે કૃષ્ણ ભક્તિ કરતાં-કરતાં શ્રીકૃષ્ણની મૂર્તિમાં જ સમાઇ ગઇ હતી.

૩. વૃંદાવનની ગોપી મીરાબાઈ હતી તેવી માન્યતા છેઃ-
માન્યતા પ્રમાણે મીરા પૂર્વજન્મમાં વૃંદાવનની એક ગોપી હતી અને તે દિવસોમાં તે રાધાની મિત્ર હતી. તે મનમાં ને મનમાં ભગવાન શ્રીકૃષ્ણને પ્રેમ કરતી હતી. ગોપ સાથે લગ્ન થયા બાદ પણ તેમનો લગાવ શ્રીકૃષ્ણ પ્રત્યે ઓછો ન થયો અને કૃષ્ણને મળવાની તડપમાં જ તેમણે પ્રાણ છોડી દીધા હતાં. ત્યાર બાદ તે ગોપીએ મીરા સ્વરૂપમાં જન્મ લીધો હતો.

૪. મીરાની કૃષ્ણ ભક્તિઃ-
પતિના મૃત્યુ બાદ મીરાની ભક્તિ દિવસે ને દિવસે વધતી ગઇ હતી. મીરા મંદિરમાં જઇને શ્રીકૃષ્ણની મૂર્તિ સામે કલાકો સુધી નાચતી રહેતી હતી. મીરાબાઈની કૃષ્ણ ભક્તિ તેમના પતિના પરિવારને ગમતી નહોતી. તેમના પરિજનોએ મીરાને અનેકવાર ઝેર આપીને મારવાની કોશિશ કરી હતી. પરંતુ શ્રીકૃષ્ણની કૃપાથી મીરાબાઈને કંઇ જ થયું નહીં.

૫. મીરાબાઈ બાળપણથી જ કૃષ્ણ ભક્ત હતાંઃ-
જોધપુરના રાઠૌડ રતન સિંહની એકમાત્ર પુત્રી મીરાબાઈનું મન બાળપણથી જ કૃષ્ણ ભક્તિમાં હતું. મીરાબાઈના મનમાં બાળપણથી જ કૃષ્ણની છબિ વસેલી હતી. એટલાં માટે જ યુવાનીથી લઇને મૃત્યુ સુધી તેમણે કૃષ્ણને જ પોતાનાં સર્વસ્વ માન્યાં હતાં. તેમનો કૃષ્ણ પ્રેમ બાળપણની એક ઘટનાના કારણે ચરમ પર પહોંચી ગયો હતો. બાળપણમાં એક દિવસ તેમના પાડોસમાં કોઇ ધનવાન વ્યક્તિને ત્યાં વરઘોડો આવ્યો હતો. બધી જ સ્ત્રીઓ અગાસીમાં જઇને વરઘોડો જોઇ રહી હતી. મીરાબાઈ પણ વરઘોડો જોવા માટે અગાસી ઉપર પહોંચી ગયાં. વરઘોડાને જોઇને મીરાબાઈએ તેમની માતાને પૂછ્યું કે, મારો વરરાજો કોણ છે? આ સવાલના જવાબમાં મીરાબાઈની માતાએ મજાકમાં જ ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ તરફ ઇશારો કર્યો અને જણાવ્યું કે આ તારો વરરાજો છે. આ વાત મીરાબાઈના બાળમનમાં એક ગાંઠ જેવી સમાઈ ગઇ અને તેઓ કૃષ્ણને જ તેમના પતિ સમજવા લાગ્યાં.

૬. પતિના મૃત્યુ બાદ મીરા સાથે શું થયુંઃ-
લગ્નના થોડાં વર્ષો બાદ જ મીરાબાઈના પતિ ભોજરાજનું મૃત્યુ થઇ ગયું હતું. પતિના મૃત્યુ બાદ મીરાને પણ ભોજરાજ સાથે સતી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેઓ સતી થવા માટે તૈયાર થયા નહીં. ત્યાર બાદ મીર વૃંદાવન અને પછી દ્વારકા જતાં રહ્યાં હતાં. ત્યાં જઇને મીરાબાઈએ કૃષ્ણ ભક્તિ કરી અને જોગણ બનીને સાધુ-સંતો જેમ રહેવા લાગ્યાં હતાં.

૭. તુલસીદાસના કહેવાથી રામજીની ભક્તિ કરી હતીઃ-
ઇતિહાસમાં થોડી જગ્યાએ એવું જાણવા મળે છે કે, મીરા બાઈએ તુલસીદાસને ગુરૂ બનાવીને રામભક્તિ પણ કરી હતી. કૃષ્ણ ભક્ત મીરાએ રામ ભજન પણ લખ્યા છે. જોકે, તેનો સ્પષ્ટ ઉલ્લેખ કોઇ જગ્યાએ મળતો નથી. પરંતુ થોડાં ઇતિહાસકારો માને છે કે, મીરાબાઈ અને તુલસીદાસની વચ્ચે પત્રોનો સંવાદ થયો હતો.

મીરાબાઈએ તુલસીદાસને પત્ર લખ્યાં હતાં અને જણાવ્યું હતું કે તેમના ઘરના લોકો તેમને કૃષ્ણ ભક્તિ કરવા દેતાં નથી. શ્રીકૃષ્ણને મેળવવા માટે મીરાબાઈએ તેમના ગુરૂ તુલસીદાસ પાસે ઉપાય માંગ્યો હતો. તુલસીદાસના કહેવાથી મીરાએ કૃષ્ણ સાથે રામભક્તિના ભજન લખ્યાં હતાં. જેમાં સૌથી પ્રસિદ્ધ ભજન ‘પાયો જી મેને રામ રતન ધન પાયો’ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer