તાણમુક્ત અને માનસિક શાંતિ માટે ગાયત્રીમંત્રના 108 વખત કરો જાપ…

આજકાલ દરેક લોકોને માનસિક થકાવટની સમસ્યા રહેતી હોય છે. આજના આ નોકરિયાત વાળા જમાનામાં દરેક લોકો નોકરી કરી રહ્યા હોય છે. જેના કારણે આખો દિવસ કામ કરીને માનસિક થાક લાગે છે. આજે મોટા ભાગની વ્યક્તિ આ રોગથી પીડિત હોય છે. ગાયત્રીમંત્ર દ્વારા માનસિક તાણમાંથી મુક્તિ મેળવી શકાય છે.

ગાયત્રીમંત્રનું અનુષ્ઠાન કરવા માટે સવારે વહેલા ઊઠીને ઠંડા પાણીથી સ્નાન કરીને તથા મા ગાયત્રીની મૂર્તિ સામે ધૂપદીપ પ્રગટાવ્યા પછી સાંજે ગાયત્રીમંત્રના 108 વખત જપ કરવા. આ મંત્ર ના જાપથી તાણમુક્ત થઇ શકાય અને માનસિક શાંતિ અનુભવાય છે. આ અનુષ્ઠાન દરમિયાન રોગીએ ગાયત્રીમાતાનું ધ્યાન ન કરવુ્ં જોઇએ અને ગાયત્રીમંત્રના માનસિક જપ કરવા જોઇએ અને હંમેશા પ્રસન્ન રહેવાનો પ્રયત્ન કરવો.

ક્ષય રોગમાંથી મુક્તિ

પૂર્ણ વિધિ-વિધાન દ્વારા ગાયત્રીમંત્ર નું અનુષ્ઠાન કરવામાં આવે તો ક્ષયની વ્યાધિ માંથી મુક્તિ મેળવી શકાય છે. સૌ પ્રથમ સોમલતા વનસ્પતિનાં મૂળને હવનની સમિધમાં મેળવી રાખવું. પછી બીજી અમાસે સંધ્યા સમયે પવિત્ર જગ્યા પર ગાયત્રીમાતા ની મૂર્તિ સ્થાપના કરીને પીળી માટીથી વેદી તૈયાર કરવી. પછી વિદ્વાન પુરોહિતને પોતાની સન્મુખ બેસાડીને સોમલતાના મૂળ સાથે ભેળવેલી હવન સામગ્રી સાથે એક લાખ વખત ગાયત્રી ચાલીસાનો પાઠ કરવો.

આ અનુષ્ઠાન પૂર્ણ થઇ જાય ત્યારે હવનની ભસ્મ ભેગી કરી લેવી. તેને સ્નાન કર્યા પછી દરરોજ માથા પર ચઢાવવી. દરરોજ આ પ્રમાણે કરવાથી સ્વાસ્થ્ય સુધરે છે. રોગીએ પણ દરરોજ ગાયત્રી ચાલીસા નો પાઠ કરવો જોઇએ તથા ગાયત્રીના ઉપાસક હોવું જરૂરી છે. ગાયત્રીમંત્ર માં શ્રદ્ધા ધરાવનાર વ્યક્તિ ને આ અનુષ્ઠાન થી સફળતા મળતી હોય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer