સમુચા હિમાલય શિવ શંકરનું સ્થાન છે અને એના બધા સ્થાનો પર પહોંચવું ખુબ જ કઠીન થાય છે. ભલે તે અમરનાથ હોય, કેદારનાથ હોય, અથવા કૈલાશ માનસરોવર. આ ક્રમમાં બીજું એક સ્થાન છે શ્રીખંડ મહાદેવનું સ્થાન. અમરનાથ યાત્રામાં જ્યાં લોકોને લગભગ ૧૪૦૦૦ ફૂટ ઉંચે જવું પડે છે તો શ્રીખંડ મહાદેવના દર્શન માટે ૧૮૫૭૦ ફૂટ ઉંચાઈ પર ચઢવું પડે છે.
યાત્રા માર્ગનું મંદિર :
આ સ્થાન હિમાચલના શિમલાના આની ઉમમંડળ ના નીરમંડ ખંડમાં સ્થિત બર્ફીલા પહાડની ૧૮૫૭૦ ફૂટની ઉંચાઈ પર શ્રીખંડની શિખર સ્થિત છે.૩૫ કિલોમીટર ની જોખમ ભરી યાત્રા પછી અહિયાં પહોંચે છે. અહિયાં પર સ્થિત શિવલિંગ ની ઉંચાઈ ૭૨ ફૂટ છે. શ્રીખંડ મહાદેવની યાત્રાના માર્ગમાં નીરમંડ માં સાત મંદિર, જાઓ માં માતા પાર્વતીનું મંદિર, પરશુરામ મંદિર, દક્ષિણેશ્વર મહાદેવ, હનુમાન મંદિર અરસુ, બકાસુર વધ, ઢંક દ્વાર વગેરે ઘણા પવિત્ર સ્થાન છે.
યાત્રાના પડાવ :
અહીંયાની યાત્રા જુલાઈમાં પ્રારંભ થાય છે જેનાથી શ્રીખંડ મહાદેવ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવે છે. આ ટ્રસ્ટ સ્વાસ્થ્ય અને સુરક્ષા સંબંધી ઘણી સુવિધાઓ પ્રશાસનના સહયોગથી ઉપલબ્ધ કરાવ્યું છે. સિંહગાડ, થાચડુ, ભીમડવારી, અને પાર્વતીબાગમાં કેમ્પ સ્થાપિત છે. સિંહગાડમાં પંજીકરણ અને મેડીકલ ચેકઅપની સુવિધા છે, જયારે વિભિન્ન સ્થાનો પર રહેવાની સુવિધા છે. કેમ્પોમાં ડોક્ટર, પોલીસ અને રેસ્ક્યુ ટીમો તૈયાર રહે છે. યાત્રાના ત્રણ પડાવ છે.- સિંહગાડ, થાચડુ, અને ભીમ ડવાર છે.
સ્થાનથી જોડાયેલી માન્યતા :
સ્થાનીય માન્યતા અનુસાર અહિયાં પર ભગવાન વિષ્ણુએ શીવજીથી વરદાન પ્રાપ્ત ભસ્માસુર ણે નૃત્ય માટે રાજી કર્યા હતા. નૃત્ય કરતા કરતા એને એમના હાથ એમના જ માથા પર રાખી દીધા અને તે ભસ્મ થઇ ગયા હતા.માન્યતા છે કે આ કારણ આજે પણ અહીયાની માટી અને પાણી દુરથી જ લાલ જોવા મળે છે.
કેવી રીતે પહોંચી શકો :
દિલ્હીથી શિમલા, શિમલાથી રામપુર અને રામપુરથી નીરમંડ, નીરમંડથી બાગીપુલ અને બાગીપુલથી જાઓ, જાઓથી શ્રીખંડ શિખર પર પહોંચી શકશો. દિલ્હીથી ટોટલ ૫૫૩ કિલોમીટર દુર છે શ્રીખંડ મહાદેવ.