વધુ એક મોટું માથું; યુવાનોના લોકપ્રિય અને જાણીતા આંદોલનકારી પ્રવિણ રામ આમ આદમી પાર્ટીમાં જોડાયા. . .

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ જ આમ આદમી પાર્ટી સક્રીય થઈ ગઈ છે. એક એક કરીને મોટા નેતાઓ પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. રવિવારે પાટીદાર નેતા મહેશ સવાણી આપમાં જોડાયા હતા. પક્ષમાં એક પછી એક યુવા જાણીતા લોકો જોડાઇ રહ્યાં છે. આપમાં પહેલા ઇશુદાન ગઢવી ત્યાર બાદ મહેશ સવાણી અને હવે આજે જનઅધિકાર મંચના અધ્યક્ષ અને આંદોલનકારી તરીકે ઓળખાતા પ્રવીણ રામ પણ આપ સાથે જોડાયા છે.

તેઓ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ઉપસ્થિતિમાં આપમાં જોડાયા હતા. ત્યારે હવે એક આંદોલનકારી આજે આપમાં જોડાવાના છે. આ નેતાએ રવિવારે સુરતમાં સિસોદિયા સાથે મુલાકાત કરી હતી.ગત રવિવારે જ્યારે દિલ્હીનાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સુરતનાં પ્રવાસે આવ્યા હતા ત્યારે પ્રવીણ રામ સાથે બંધબારણે મુલાકાત પણ કરી હતી.

 

પ્રવિણ રામ આજે જૂનાગઢમાં આપ સાથે જોડાશે. ગોપાલ ઇટાલિયા તેમજ ઇસુદાન ગઢવી જેવા નેતાની ઉપસ્થિતિમાં પ્રવીણ રામ આપમાં જોડાશે. જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ અને આંદોલનકારી પ્રવીણ રામે રવિવારે મનિષ સિસોદિયા સાથે સુરત માં મુલાકાત કરી હતી. પ્રવીણ રામે ખુદે તેમના સોશિયલ મીડિયા પેજ પર આ અંગે જાતે માહિતી આપી હતી અને તેમની સાથેની તસવીરો પણ શેર કરી હતી.

માનનીય કેજરીવાલજીના નેતૃત્વમાં દિલ્હી સરકારમાં પ્રજાહિત માટે ચાલતા કાર્યોની વિસ્તૃતમાં ચર્ચા કરી હતી. પ્રજાહિત માટેના કાર્યો તેમજ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયાજીના લોકસેવા માટેના વિચારો જાણીને ખુબ જ પ્રભાવિત થયો. આ મિટિંગમાં ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ, આપ નેતા ઇસુદાનભાઈ ગઢવી, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા, પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા અને અન્ય જવાબદાર આગેવાનો પણ હાજર રહ્યા.

આપ માં જોડાવા સાથે મહેશ સવાણીએ કહ્યું હતું કે , મારી પાસે ત્રણ વિકલ્પ હતા. એક 80 થી 82 વર્ષ જૂનું મકાન, એક 20 થી 22 વર્ષનું એલીવેશન વાળું મકાન અને એક ખુલ્લો પ્લોટ આ ત્રણમાંથી મેં ખુલ્લો પ્લોટ પસંદ કર્યો છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer