ગુમ હૈ કિસીકે પ્યાર મેં એક નવો મોડ આવી રહ્યો છે. જગતાપે વિરાટને કહી દીધું છેં કે સાવી તેની જ દીકરી છે. આ જાણ્યા પછી વિરાટને એક ક્ષણ માટે વિશ્વાસ નથી થતો. આ સત્ય જાણીને, તે સાંઈ અને સાવીને નાગપુર છોડતા અટકાવે છે અને તેમને પોતાના ઘરે લઈ આવે છે. વિરાટે સાવીનુ સત્ય પાખી અને ભવાની સામે પણ જાહેર કર્યું. તે કહે છે કે સાવી મારી દીકરી છે અને હવે આ ઘરમાં જ રહેશે.
જો કે, ભવાની કહે છે કે તે ક્યારેય સાવીને તેના પરિવારનો ભાગ નહીં ગણે.પરંતુ વિરાટ પોતાની જીદ પર વળગી રહ્યો છે.જો તમે વિચારી રહ્યા છો કે હવે સાઈ અને વિરાટ વચ્ચે બધુ સારું થઈ જશે તો તમે ખોટું વિચારી રહ્યા છો.શોમાં એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે.
વિરાટે સાંઈને જેલ મોકલી
વિરાટે સાઈ પર આટલા વર્ષો હકીકત છુપાવવાનો આરોપ લગાવ્યો.આટલું જ નહીં,તેને સાવીના કિડનેપમાં પણ સાઈ પર શંકા છે.વિરાટે સાઈની ધરપકડ કરી છેં. આ બધું જોઈને જ્યાં એક તરફ ભવાની ખુશ છે, ત્યાં બીજી તરફ પાખી લાચારી અનુભવે છે.શોના આગામી ટ્રેકમાં વિરાટ સાઈનોં દુશ્મન બનશે. સાંઈને જેલમાંથી કોણ બહાર કાઢશે? આ જોવા માટે તમારે થોડી રાહ જોવી પડશે.
શોના આગામી એપિસોડમાં સાવીની તબિયત બગડશે.સાઈ તેની દીકરીના કેટલાક ટેસ્ટ કરાવશે, જેના પછી ડોક્ટર્સ તેને કહે છે કે તેને જીવલેણ બીમારી છે.આ માટે સર્જરી કરવી પડશે.સાઈએ તેની દીકરીને બચાવવા માટે વિરાટની મદદ લેવાનું નક્કી કર્યું, કારણ કે તેની પાસે સાવીની સારવાર કરાવવા માટે પૂરતા પૈસા નથી.