ટીવીની ટોચની સિરિયલ અનુપમામાં દરરોજ કંઈક નવીન જોવા મળે છે, જેને દર્શકો શો સાથે જોડીને સતત પ્રેમ વરસાવે છે. છેલ્લા એપિસોડમાં તમે જોયું કે પાખીએ પ્રી-વેડિંગ શૂટ કરવાની ડિમાન્ડ કરી અને કહ્યું કે તે બીચ પર સફેદ ગાઉન સાથે શૂટ કરવા માંગે છે અને શૂટ ડ્રોનથી કરવું જોઈએ.
અનુજ તેની માટે હા કહે છે પણ અનુપમા તેને રોકે છે અને તેને ઉગ્રતાથી કહે છે.અનુપમા એક મોટો બોમ્બ વિસ્ફોટ કરે છે અને કહે છે કે પાખીને લગ્ન માટે શાહ હાઉસ જવું પડશે. પાખી પહેલા તો ના પાડે છે પણ અનુપમા તેને પોતાનો છેલ્લો નિર્ણય કહે છે.
વનરાજ ઘર છોડવાનું નક્કી કરશે
આજના એપિસોડમાં તમે જોશો કે કાવ્યા વનરાજને કહે છે કે પાખી આવી રહી છે અને તે તેની સાથે લગ્ન કરશે. આ સાંભળીને વનરાજે ઘર છોડવાનું નક્કી કર્યું. તે કહે છે કે તે લગ્ન પછી પાછો આવશે. કાવ્યા તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તું ક્યાં સુધી પાખીથી ભાગશે? એક દિવસ સામનો કરવો પડશે.
બીજી તરફ, અધિક પાખીને પોતાને કાપડિયા તરીકે વિચારવાનું બંધ કરવા સમજાવે છે. તે એક મધ્યમ વર્ગનો છોકરો છે અને અનુજની કંપનીમાં કામ કરે છે પણ ત્યારે જ બરખા પાખીને ઉશ્કેરવા આવે છે અને તેને દાગીના આપે છે. તે કહે છે કે પાખી અનુપમાની દીકરી છે તેથી લગ્નમાં બધું થઈ શકે છે.જે પછી પાખી સીધી જાય છે અને અનુપમાનો સામે દલીલ બાજી શરૂ કરે છેં…
શોમાં દેવિકાની એન્ટ્રી થશે: તે અનુપમાને કહે છે કે તે પણ કાપડિયા મેન્સનની વહુ છે અને તને તારી પોતાની દીકરીની ઈર્ષા થાય છે કે તે પણ આટલા મોટા ઘરની વહુ બની છે??? આ સાંભળીને અનુપમા ચોંકી જાય છેં. તે પાખીને સમજાવે છે કે એવું કંઈ નથી અને તારી બધી મનમાની ચાલશે નહીં.
જે પછી પાખી ફરીથી ડ્રામા કરે છે અને પાનેતર લેવાની ના પાડે છે.તેને આ પાનેતરમાં લોકલ સાડી નહિ પણ ડિઝાઇનર ચોલી જોઈએ છે. આ મામલાને સંભાળવા માટે દેવિકા ટૂંક સમયમાં શોમાં એન્ટ્રી કરવા જઈ રહી છે..