કરિશ્મા કપૂરની દીકરી એ ઉજવ્યો 16 મો જન્મદિવસ, લાગે છે માં થી પણ વધારે ખૂબ સુંદર

કરિશ્મા કપૂર 90 ના દાયકાની સૌથી હોટ અને ગ્લેમરસ હિરોઈન હતી. વર્તમાનમાં ૪૬ વર્ષની કરિશ્માએ ફિલ્મોથી દૂરી બનાવી લીધી છે. વર્ષ 2003 માં એક્ટ્રેસે બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી કરિશ્મા નું ફિલ્મોમાં આવવાનો ઓછું થઈ ગયું હતું. આ લગ્નથી કરિશ્માને બે બાળકો સમાયરા અને કિયાન છે.

સંજયના આ બીજા લગ્ન હતા. જ્યારે કરિશ્માના પહેલા આ લગ્ન વધારે દિવસો સુધી ન ટકી શક્યા 13 જૂન 2016 સંજય અને કરિશ્મા આધિકારિક રૂપથી તલાક લઈને અલગ થઈ ગયા. 11 માર્ચ ના દિવસે બંને ની દીકરી સમાયરા પોતાનો 16 મો જન્મદિવસ મનાવી રહી છે. 11 માર્ચ 2005 માં મુંબઈમાં જન્મેલી સમય પોતાની મા અને પિતા બંનેની નજીક છે.

સંજય એ કરિશ્માને ડિવોર્સ ભલે આપી દીધા હોય પરંતુ તે સમાયરા અને કિયાન ને મળતા રહે છે. અહીં સુધી કે તે તેમની સાથે વેકેશન પણ મનાવા જાય છે. સમાયરા દેશની સૌથી મોંઘી સ્કૂલ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ માં ભણે છે. તેનો નાનો ભાઈ કિયાન પણ તે સ્કૂલમાં જ છે. સંજય ડાઇવોર્સ પછી પણ પોતાના બાળકો નો ભણવાનો રહેવાનો વગેરે નો ખર્ચો ઉઠાવે છે.

ડાઇવોર્સ પછી સંજય એ કરિશ્માને એક ડુપ્લેક્સ ઘર પણ આપ્યું છે. તેમજ બંને બાળકોના નામે દસ કરોડ રૂપિયા પણ કર્યા છે. કરિશ્મા સાથે તલાક લીધા પછી સંજય પ્રિયા સચદેવ સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. તે પ્રિયા ના બીજા લગ્ન હતાં. બંને એકબીજાને પાંચ વર્ષથી ડેટ કરી રહ્યા હતા. પ્રિયા ના પહેલા લગ્ન થી એક દીકરી છે. જ્યારે સંજય સાથે લગ્ન બાદ એક દીકરો છે.

સમાયરા પોતાની માસી કરીનાને પણ ખૂબ પ્રેમ કરે છે. અને તેની ખૂબ નજીક છે. તે કરીનાને બેબો મા કહીને બોલાવે છે. સમાયરા ના 16 માં જન્મદિવસ પર કરિના એ સમાયરા ની સાથે પોતાની એક જૂની તસવીર શેર કરી હતી. તેની સાથે જ તેમણે કેપ્શન માં લખ્યું હતું કે – તું મને બેબો માં એક ખાસ કારણના લીધે કહીને બોલાવે છે, જ્યારે તારી મમ્મી તને કોઈ વાતને લઈને ના પાડે છે, તો તું મારી બાજુ જોવે છે.

હું હંમેશા તારી સંભાળ રાખીશ મારી છોકરી. ઉંચી ઉડ, ખુશ રહે, સ્વસ્થ રહે, હું તને પ્રેમ કરું છું. અમારી પહેલી દિકરી હેપી બર્થડે સમમૂ. તમને જણાવી દઈએ કે કરીના અને સમય રાની વચ્ચે ખૂબ સારી બોન્ડિંગ છે. સમાયરા પણ પોતાની માસીના ઘરે આવતી જતી રહેતી હોય છે. તે પોતાના ભાઈ તેમની સાથે પણ એક સારો રિલેશન રાખે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer