ક્યારેક ટીવી ઈન્ડસ્ટ્રિઝમાં મશહૂર ચહેરો રહેલી અભિનેત્રી પ્રત્યુષા બેનર્જી એ લગભગ ૨૪ વર્ષની નાની ઉંમરમાં આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. પોતાના મોતનું કારણ પ્રત્યુષા પોતે બની હતી. તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. ખૂબ જ નાની ઉંમરમાં દુનિયાને આ રીતે છોડવા થી તેના ચાહકોને ખૂબ જ મોટો આધાત લાગ્યો હતો
10 ઓગસ્ટ 1991 માં ઝારખંડમાં જમશેદપુરમાં પ્રત્યુષા નો જન્મ થયો હતો. તો પહેલી એપ્રિલ 2015 માં ૨૪ વર્ષની ઉંમરે તેણે આ દુનિયા છોડી દીધી હતી. પ્રત્યુષા બેનર્જીને મશહૂર ટીવી સિરિયલ બાલિકા વધુ થી ખૂબ જ મોટી ઓળખાણ મળી હતી. આ શો દરમિયાન તે ખરેખર ખૂબ જ ફેમસ થઇ હતી. પરંતુ પ્રત્યુષા બેનર્જીએ ઇન્ડસ્ટ્રીઝના એ તારો માં ખોવાઈ ગઈ જેણે આત્મહત્યા કરી લીધી હતી. આજે પણ તેના ચાહકો તેને યાદ કરે છે.
પ્રત્યુષા બેનર્જીએ બાલિકા વધુ માં કામ કરી સૌને પોતાના બનાવી લીધા હતા. આ શોમાં કામ કરવાથી તેને ખૂબ જ લોકપ્રિય હાંસલ થઇ હતી. પરંતુ આ શોમાં કામ કરવું અને સફળતા મેળવવી એ કોઈ સરળ કામ ન હતુ. જણાવી દઈએ કે પહેલા બાલિકા વધુ આનંદી નો કિરદાર અવિકા ગૌર એ નિભાવ્યો હતો. જેણે તેના કિરદાર ને ખૂબ જ ઉંચાઇઓ પર પહોંચ્યો હતો. જ્યારે પછીથી આ રોલ પ્રત્યુષા ના ભાગમાં આવ્યો હતો.
આનંદી ના કિરદાર મા પહેલા થી ખૂબ જ લોકપ્રિય હોવાથી પ્રત્યુષા ના ખંભા પર બે ગણી જવાબદારીઓ આવી હતી. તેને આનંદી ને લોકપ્રિય બનાવી. અને સાથે જ પોતાની જાત ને પણ સાબિત કરવાની હતી. પ્રત્યુષાએ એવું કર્યું પણ હતુ. પ્રત્યુષા આનંદીના કિરદાર ને ઊંચાઈ સુધી લઈ ગઈ હતી. સાથે જ તેણે પોતાને પણ સાબિત કરી હતી. પ્રત્યુષા ની પસંદગી આનંદીના કિરદાર માટે થઇ હતી ત્યારે તેની ખુશીનુ કોઈ ઠેકાણું રહ્યુ નહોતુ .
પોતાના એક સાક્ષાત્કાર દરમિયાન પ્રત્યુષા એ કહ્યું હતું કે તે “આનંદીના કિરદારમાં ઢળવા માટે તૈયાર છે પરંતુ તેની કોશિશ એ રહે છે કે તે અવીકા ની નકલ ના હોય” તેના બાદ આનંદી રોલમાં જોવા મળી હતી. અને થોડાક સમયમાં તેણે પોતાના અભિનયથી દર્શકો પર ખૂબ જ અદભુત છાપ છોડી હતી.
પ્રત્યુષા બેનર્જી ફક્ત બાલિકા વધુ સુધી જ સીમિત રહી નહોતી. પરંતુ તેણે “પ્યાર તુને ક્યાં કિયા” , “સાવધાન ઈન્ડિયા” , “સ્વરાગીની” જેવા ધારાવાહિકોમાં પણ પોતાની ઓળખ બનાવી હતી. એક બાજુ તે પોતાના કરિયરમાં ખૂબ જ સફળ થઇ રહી હતી. તો બીજી તરફ તેની અંગત જિંદગીમાં ઉથલપાથલ મચી હતી. ઓગસ્ટ ૨૦૧૫ ના પ્રથમ વ્યાપારી મકરંદ મલ્હોત્રા સાથે પોતાના સંબંધો પૂરા કરી દીધા હતા. ત્યારબાદ તે નિર્માતા રાહુલ રાજ ના પ્રેમમાં પડી હતી.
પ્રત્યુષા બેનરજીએ પોતાના ફ્લેટ માં 1 એપ્રિલ 2016 ના રોજ ફાંસી લગાવીને આ દુનિયાને અલવિદા કહી દીધુ હતું. તેની આત્મહત્યા પર શક નો ઘેરાવો તેના બોયફ્રેન્ડ રાજ પર પણ હતો. પ્રત્યુષા ની આત્મહત્યાના ઘણા બધા કારણો સામે આવ્યા હતા. તેમાંથી એક કારણ પ્રત્યુષા અને રાહુલ વચ્ચે ખરાબ સંબંધો પણ હતા. રાહુલ પર પ્રત્યુષા નો મોબાઈલ ગાયબ હોવાનો આરોપ લગાવ્યો હતો.
પ્રત્યુષા બેનર્જી ની આત્મહત્યાના મામલામાં રાહુલ રાજ ને ગિરફતાર પણ કર્યો હતો. પોલીસ ને જુબાની આપતા રાહુલ એ જણાવ્યું હતુ કે પ્રત્યુષા એક મહિનાથી તણાવમાં રહેતી હતી. રાહુલના મુજબ તે ખુબ જ ડરી ગયો હતો. એટલા માટે તેણે પોલીસમાં જાણકારી આપી હતી નહીં. ઘણા મીડિયા રિપોર્ટ મા પ્રત્યુષા ના મોતનું કારણ રાહુલ રાજ ને માનવામાં આવે છે.