દ્વારકાના જગત મંદિર પર વીજળી પડી.. લોકો પર આવેલ આફત ને દ્વારકાધીશે પોતાના પર લઈ લીધી

ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે દ્વારકા જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વરસાદ સાથે અહીયા વીજળીના કડાકા ભડાકા પણ થયા.જેમા વીજળી મંદિરના શીખર પર પણ પડી જેના કારણે મંદિરની ફકત ધજા જ ખંડિત થઈ છે.


આ બાબતે વીજળી પડી હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમા સ્પષ્ટ પણે જોઈ શકાય છે, કે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદ પડવાને કારણે દ્વારકા વિસ્તારનો દરિયો પણ ગાંડોતૂર બન્યો છે. તેમજ ગોમતી ઘાટમાં ખૂબ ઉચાં મોજાઓ ઉછળતા જોવા મળ્યા છે.

વરસાદી માહોલ વચ્ચે દરિયો ગાંડોતૂર તો બન્યો જ, સાથેજ દરિયામાં કરંટ અને શક્તિશાળી મોજા પણ જોવા મળ્યા છે. જોકે મંદિરના શીખર પર જે વીજળી પડી તેના કારણે ફકત મંદિરની ધજા ખંડિત થઈ ગઈ. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થયો છે.


ધોધમાર વરસાદને કારણે દ્વારકામાં અનેક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મંદિરની સીડીઓ ઉપર પણ પાણી પહોંચી ગયું હતું. જોકે ધોધમાર વરસાદને પગલે શ્રદ્ધાળુ માં ઉત્સાહ જોવા મળ્યો છે. જેમા યાત્રિકો ગોંમતીધાટ પર સ્નાન કરવા ભેગા થયા હતા.

દ્વારકા તાલુકામાં બે કલાક માં 2 ઇંચ ખંભાળિયા તાલુકામાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે.તો કલ્યાણપુર તાલુકામાં ચાર કલાક થી વરસી રહ્યો છે અવિરત વરસાદ, કલ્યાણપુર 3 ઇંચ વરસાદ વરસ્યો છે.

અહી દ્વારકાવાસીઓની અતૂટ શ્રદ્ધાનો વધુ એક જીવતો નમૂનો જોવા મળ્યો છે. કુદરતી આફતો, વાવાઝોડા સહિતના સંકટોમાં દ્વારકાધીશ સતત તેમની રક્ષા કરતા હોય છે. ઉલ્લેખનીય છે કે આ પેહલા પણ વાયુ વાવાઝોડું હોયકે અન્ય કોઇ હોનારત દ્વારકા અને ગુજરાતવાસીઓની ઘાત ટાળી અથવા તેના શિરે લઈને પ્રજાનું રક્ષણ કર્યું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer