ખરતા વાળની સમસ્યા રહેતી હોય તો એને અટકાવવા માટે કરો આ ઉપાય

છેલ્લા કેટલાંક વર્ષાેથી આપણે વાળ ઊતરવાની સમસ્યા અંગે ખૂબ સાંભળતા આવ્યા છીએ. વાળ એ ચહેરાની સુંદરતાનો મહત્ત્વનો ભાગ છે. જેઓના માથા પર પાંખા વાળ હોય છે તેઓ પોતાના દેખાવ બાબતમાં ઓછો આત્મવિશ્વાસ ધરાવતા હોય છે. આમેય માથા પરના ગાઢા વાળ યુવાની અને સુંદરતાનું પ્રતીક છે.

થોડાં પ્રમાણમાં વાળનું ખરવું એ સામાન્ય પ્રક્રિયા છે. કારણ કે વાળની વૃદ્ધિ અને ક્ષયના ચક્રમાં એક તબક્કો ખરવાનો પણ હોય છે. પચાસથી એકસો પચાસ સુધીના વાળનું રોજ ખરવું એ સામાન્ય બાબત છે. પરંતુ તેનાથી વધુ ઝડપે વાળ ખરવા અને ધીમી ગતિએ વાળનું વધવું એ ટાલ તરફ દોરી જાય છે.

કેટલીક વાર નવા ઊગતા વાળ પાતળા અને ટૂંકા હોય તો પણ વાળનો જથ્થો ઘટે છે. વાળના વૃદ્ધિ અને ક્ષયના ચક્રમાં ત્રણ તબક્કા છે. ઊગવું, જળવાવું અને ખરવું સામાન્ય રીતે આ ચક્ર દર વર્ષે સર્જાય છે. સામાન્ય રીતે માથાના નેવું ટકા વાળ વૃદ્ધિના તબક્કામાં હોય છે.

આ સ્થિતિ બેથી છ વર્ષ સુધી રહે છે. માથાના દસ ટકા વાળ આરામની સ્થિતિમાં રહે છે એટલે કે જળવાઈ રહે છે. આ તબક્કો બેથી ત્રણ માસનો હોય છે. આ તબક્કાના અંતે આ દસ ટકા વાળ ખરી જાય છે. જ્યારે આ સંતુલન ખોરવાય અને વૃદ્ધિની તુલનાએ ખરવાનું પ્રમાણ વધી જાય ત્યારે ટાલની સ્થિતિ સર્જાય છે.

વાળ ખરવાના અનેક કારણો હોય છે. વાળની ઉપેક્ષા તેમાનું એક કારણ છે. ઉગ્ર પ્રકારની બનાવટોનો ઉપયોગ વાળ પર રસાયણોનો ઉપયોગ, અતિશય ગરમી આપીને વાળને સ્ટાઈલ આપવી વગેરેથી વાળ ખરવાની સમસ્યા ઉદ્ભવી શકે છે.

એટલા માટે જ આજે અમે તમને આ લેખ દ્વારા ખરતા વાળ અટકાવવા માટેના ઉપાયો વિષે જણાવવા ના છે, જે નીચે મુજબ દર્શાવવા માં આવ્યું છે, તો ચાલો જાણીએ તેના વિષે…

જેમને વાળ ખરવાની સમસ્યા ઊભી થાય તેમણે બજારમાં મળતાં અને દાવાઓ કરતાં તેલ-શેમ્પુ કે લોશન વગેરે પાછળ સમય અને પૈસા બરબાદ કરવાને બદલે કોઈ નિષ્ણાત ચિકિત્સકની સલાહ લઈ, વાળ ઉતરવાનું મૂળ કારણ શોધી તેની સારવાર કરાવવી જોઈએ.

હંમેશા વિટામિન બી6 અને ફોલિક એસિડની ઉણપથી વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. તો વળી ન્યુટ્રિશન્સ ફૂડ ન લેવાથી, સ્ટ્રેસ, થાક અને કોઇ લાંબી બીમારીને કારણે પણ આવું બનતું હોય છે. આવામાં તમે એક કપ મસ્ટર્ડ ઓઇલ (સરસવના તેલ)ને ઉકાળો.

તેમાં ચાર ચમચી મહેંદી મિક્સ કરીને થોડા સમય સુધી મૂકી રાખો. આ મિશ્રણને ફિલ્ટર કરી બોટલમાં મૂકી રાખો. આ ઓઇલથી રોજ મસાજ કરો. જો વાળને લઇને ગંભીર સમસ્યા લાગી રહી હોય તો નિષ્ણાંતનો સંપર્ક કરીને જ આગળ કોઇ પગલું ભરવું.

તુરિયાના ટુકડા કરી તેને સુકવી ખાંડી લો, ત્યારબાદ ભૂકો કરેલા મિશ્રણમાં એટલું નારિયેળ તેલ નાંખો કે તે ડૂબે. આવી રીતે ચાર દિવસ સુધી તેલમાં આ પાવડર પલાળી રાખો અને પછી આ મિશ્રણ એક બોટલમાં ભરી લો. આ તેલની માલિશ વાળમાં કરવાથી વાળ કાળા અને ચમકદાર બને છે અને વાળ અકાળે સફેદ નથી થતાં અને વાળને પોષણ મળે છે.

ગ્રીન ટીને વાટીને વાળમાં લગાવવાથી પણ વાળ ખરતા અટકે છે. ચ્હાને ઉકાળીને ગાળી લેવી અને વાળ ધોતી વખતે ચ્હાના પાણીને વાળમાં નાખવું. આ વાળમાં કંડીશ્નર તરીકે કાર્ય કરે છે અને વાળને ચમકીલા અને મુલાયમ પણ બનાવે છે. સાથે શુષ્કતાને દૂર કરે છે.

મધમાં અનેક ઔષધીય ગુણો હોય છે તે તો બધા જાણે છે પરંતુ આપણા વાળ માટે પણ મધ અત્યંત લાભકારક હોય છે. મધને વાળમાં લગાવવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. સાથે વાળના રોગ પણ દૂર થાય છે અને વાળ સ્વસ્થ રહે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer