આ ગુજરાતી યુવાને મ્યુકોરમકોસીસ ને 6-6 વાર હરાવ્યો.. પત્ની ની હિંમત ને સલામ.. સંપત્તિ વહેંચી ને ખર્ચો કર્યો આટલો…

હજુ કરવાની બીજી ઘાતક લહેર પૂરી નથી થઇ ત્યાં મયુકર માયકોસીસ ની મહામારી આવી પહોંચી છે. જો કોઇ સામાન્ય પરીવારનો દર્દી મ્યુકર માઇકોસીસ નામની ગંભીર બીમારીનો ભોગ બને તો…

ના છૂટકે યેનકેન પ્રકારે ખાનગી હોસ્પિટલમાં મોંઘીડાટ સારવારનો ખર્ચ ભોગવવો પડે તેવી સ્થિતિ હાલ નિર્માણ પામી છે. જિલ્લાના મુખ્ય મથક ખાતે સિવિલ હોસ્પિટલમાં મ્યુકર માયકોસીસ રોગના વોર્ડની અને ડોક્ટરોની વહેલામાં વહેલી તકે સુવિધા ઉભી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

આ રોગ દર્દીને શારીરિક આર્થિક અને માનસિક રીતે ખતમ કરી નાખે છે. આનો સારવાર અત્યંત ખર્ચાળ હોવાને લીધે પરિવાર પણ મુશ્કેલીમાં મુકાઇ જાય છે. આજે અમે તમને એક એવા જ યુવક બિમલ દોશી ની વાત સંભળાવવાના છીએ.

તેની પત્નીએ કહ્યું હતું કે તેમણે સંપત્તિ વેચી અને તેમના પતિની સારવાર કરાવી છે . તેમની સારવારનો 41 લાખનો ખર્ચ થયો છે અને તેઓએ છ વખત મ્યૂકર માંયકોસિસ આવ્યો છે અને સાતમી વખત પણ સારવાર કરાવી રહ્યા છીએ.

તેમનું જીવન ઓક્ટોબર મહિનાથી મુશ્કેલીઓએ વાળુ થઈ ચૂક્યું છે. છ વખત mucormycosis ની સર્જરી કરાવ્યા બાદ સાતમી વખત ડિટેકટ થયો છે. તેમણે ત્રણ લેપ્રોસ્કોપી એક ફોર્ડ અને એક બ્રેન સર્જરી પણ કરી લીધી છે.

ડોક્ટરે પણ આ પરિવારને હિંમત અને બહાદુરી ના વખાણ કર્યા છે. આ પરિવારે વિમલ માટે તેની સંપત્તિ પણ વેચી નાખી છે અને ઝાયડસ હોસ્પિટલ આણંદ માં સારવાર ચાલુ હોવાથી વારંવાર ત્યાં ધક્કા ખાવા પડે એટલે ત્યાં જ ભાડાના મકાનમાં સ્થાયી થયા છે.

હજી તેમની એક ટ્રીટમેન્ટ માટે ૧૨ લાખ જેટલો ખર્ચો કરવાનો છે. તેથી જો કોઈ વ્યક્તિ તેમને મદદ કરવા માંગે તો આઇસીઆઇસીઆઇ બેન્કમાં તેમના ખાતા નંબર 624801521246 છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer