વૈજ્ઞાનિકોએ ત્રીજી લહેર બાળકોમાં ઘાતક સાબિત થવાની વાત કરી દીધી છે. તે મુજબ બીજી લહેર માં જ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક દિલ્હી આંધ્ર પ્રદેશ વગેરે જેવા શહેરોમાં ઘણા બધા બાળકો ને કોરોનાવાયરસ ની અસર થઇ છે.
કોરોના ની બીજી લહેર માં જ સુરત એકલા શહેરમાં દસ વર્ષ સુધીના 1675 બાળકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. પરંતુ આ દરમિયાન હવે આઠમા પ્રકારનો નવો કોરોનાવાયરસ પણ મળ્યો છે.
આ કોરોનાવાયરસ એ કૂતરાઓ માંથી મનુષ્યમાં ફેલાય છે. આ વાઇરસની શોધ મલેશિયામાં થઈ છે. કુતરાઓ માંથી માણસોમાં ફેલાતો આ પ્રથમ પ્રકારનો કોરોનાવાયરસ છે.
આ કોરોનાવાયરસ એ મનુષ્યમાં ખાસ કરીને બાળકોને વધુ અસર કરે છે. શું બાળકોમાં આવી રહેલી કોરોના ને ત્રીજી લહેર માટે આવે જવાબદાર હશે?
ત્રીજી લહેર ક્યારે આવશે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે, પરંતુ ડૉક્ટરો અને નિષ્ણાતોનું માનવું છે કે બાળકો માટે ત્રીજી લહેર અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે.
મલેશિયામાં આના આઠ દર્દીઓ મળી આવ્યા હતા જેમાંથી સાત બાળકો હતા. કોરોનાની પહેલી લહેરમાં RT-PCR ટેસ્ટમાં ચાર ટકા બાળકો પૉઝિટિવ આવ્યાં હતાં જ્યારે બીજી લહેરમાં 10 ટકા બાળકોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે.
બાળકોને માસ્ક પહેરવાની આદત શરૂ કરવી જોઈએ. તે ઉપરાંત તેમને બહાર રમવા મોકલવા, ભીડ-ભાડવાળી જગ્યા પર જવાથી મનાઈ કરવી, બહારની ખાવા-પીવાની વસ્તુનો ઈનકાર કરવો. સાથે જ પૌષ્ટિક આહાર આરોગતા રહો.