આ લોકો માટે રીંગણનું સેવન પડી શકે છે ભારે, ક્યારેય ન કરવું જોઈએ સેવન 

રીંગણનો ઉપયોગ શાક તરીકે વિપુલ પ્રમાણમાં થાય છે. કેટલાક લોકો રીંગણને શાકનો રાજા કહે છે. રીંગણમાં કાંટાવાળી અને કાંટા વિનાની એમ બે જાતો થાય છે. કાંટાવાળાં રીંગણનાં ડીંટાં ઉપર કાંટા હોય છે. રીંગણ એ બારેમાસ મળી રહેતી શાકભાજી છે, તે દરેક ઋતુમા બજારમા ઉપલબ્ધ હોય છે.

રીંગણ આરોગ્યમાં ખૂબ ફાયદાકારક શાક છે. રીંગણાંમાં ઘણા પોષક તત્વો હોય છે જે અન્ય કોઈ શાકભાજીમાં ઉપલબ્ધ નથી.ઉપરાંત, રીંગણાં સરળતાથી ગમે ત્યાં મળી શકે છે. રીંગણમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, પરંતુ, શુ તમે જાણો છો કે, રીંગણથી બનેલી વાનગી એ અમુક લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે.

રીંગણમા તમને એક નેનુસીન નામનુ તત્વ જોવા મળે છે, જે કેટલાક લોકો માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આજે અમે તમને આ લેખમા જણાવવા જઈ રહ્યા છીએ કે, કઈ પરિસ્થિતિમા રીંગણ નુ સેવન ના કરવુ જોઈએ. તો ચાલો જાણી લઈએ રીંગણથી થતા નુકશાન અને કેવા લોકોએ ન કરવું સેવન..

એનીમિયા :- જે લોકો ને એનિમિયા હોય અથવા જે લોકો સમય સમય પર રક્તદાન કરે છે, તેમણે ભૂલથી પણ રીંગણ નુ સેવન ના કરવુ જોઈએ. તે તેમના માટે અત્યંત જોખમકારક સાબિત થઈ શકે છે, તેના સેવન ના કારણે તમારે રક્ત સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓ નો સામનો કરવો પડે છે.

પથરીની સમસ્યા હોય એ લોકો માટે :- પ્રવર્તમાન સમયમા વ્યસ્તતા ભરેલ જીવનમા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે. આ સમસ્યામાની એક સમસ્યા છે પથરી. પથરી ની સમસ્યા થવા પાછળનુ સૌથી મોટુ કારણ આપણી ખોટી જીવનશૈલી અને અનિયમિત ભોજન કરવાની ટેવ છે. જો તમે પણ આ સમસ્યાથી પીડાતા હોવ તો તમારે રીંગણ નુ સેવન ટાળવુ જોઈએ.

બવાસીરની સમસ્યા :- જે લોકો બવાસીર ની સમસ્યાથી પીડાતા હોય તેમના માટે રીંગણ નુ સેવન એ ઝેર સમાન સાબિત થઇ શકે છે. જે લોકો વધુ પ્રમાણમા રીંગણ નુ સેવન કરે છે તેમને હેમોરહોઇડ્સ અને હેમરેજ જેવી સમસ્યા થઇ શકે છે.

માટે જો શક્ય બને તો ભોજનમા રીંગણ નુ સેવન નિયંત્રિત માત્રામા કરવુ. જો તમને શરીરમા વધારે પડતી ગરમી લાગે છે અથવા કોઈપણ પ્રકાર ની એલર્જી છે, તો તમારે રીંગણ નુ સેવન ટાળવુ જોઇએ. આ ઉપરાંત ગેસ અથવા કબજિયાત જેવી સમસ્યાઓથી પીડાતા લોકોએ પણ રીંગણ નુ સેવન ટાળવુ જોઈએ.

ડિપ્રેશનની દવા લેતા લોકો માટે :- જો તમે સતત ડિપ્રેશનની દવા લઈ રહ્યા છો તો તમારે રીંગણ ના સેવનથી દૂર રહેવુ. આ સમયે જો તમે તમારા ભોજનમા રીંગણ અથવા કોઈપણ પ્રકારની વાનગીનુ સેવન કરો છો, તો તે તમારા શરીરમા દવાની અસર ઓછી કરી નાખે છે જેથી, તમારા તણાવમા ઘટાડો થતો નથી અને તમારો સ્વભાવ ચીડિયો બની જાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer