કિન્નરોની દુઆઓ અને બદદુઆઓ બંનેમાં ખુબજ અસર હોય છે

આમ તો દેશમાં તેમને થર્ડ જેન્ડર તરીકે સુપ્રીમ કોર્ટ તરફથી મંજૂરી મળી ગઇ છે. તેમ છતાં આ લોકો મુખ્યધારાથી જોડાતા નથી. ઓફિસમાં તેમને કામ મળતું નથી. મળે તો પણ ભેદભાવ રાખવામાં આવે છે જેથી તેઓ કામ છોડવા પર મજબૂર થઇ જાય છે. એવામાં કિન્નરો લગ્ન સરા જેવાં કે ઘરનાં અન્ય શુભ પ્રસંગો પર દુઆઓ આપે છે અને તે માટે તેઓ પૈસા પણ લે છે. આ ઉપરાંત તેઓ જાહેર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ પર પણ આવતી જતી ગાડીઓ પાસે પૈસા માંગતા નજર આવે છે. અને લોકો તેમને ખુશી ખુશી પૈસા આપી દે છે તેમની સાથે કોઇ જ જીભાજોડીમાં ઉતરતાં નથી કારણ છે તેમને આ કિન્નરોની બદદુઆનો ડર લાગે છે.

કિન્નર સમુદાય અંગે ઘણી સારી વાતો છે તેઓ અન્ય કરતાં અલગ છે. જેમ સામાન્ય રીતે લગ્નસરામાં નાચી ગાયીને કે બાળકનાં જન્મ પર દુઆઓ આપીને પોતાનું જીવન નિર્વાહ કરનારા કિન્નરોની દુઆઓ અને બદદુઆઓ બંનેમાં અસર હોય તેમ માનવામાં આવે છે. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે કેમ કિન્નરોનાં કહેવા પર લોકો ચુપચાપ તેમનું પાકિટ ખોલીને પૈસા આપી છે?

કહેવાય છે કે, કિન્નરોની હાય દરેક પરિસ્થિતિમાં વ્યક્તિને લાગે છે. તેની પાછળનું કારણ છે કે, કિન્નર તેમની ઓળખને કારણે આખી જીંદગી તકલીફ સહન કરે છે. એવામાં તેમનાં મોઢેથી નીકળેલી બદદુઆઓ જે રીતે તેમને આપી હોય તે તકલીફ આપે જ છે. ખાસ કરીને આર્થિક બદદુઆઓ ઘણી જ મારક હોય છે. કારણ કે મોટાભાગનાં કિન્નરો ગરીબીમાં જીવતા હોય છે.

તેમણે જો સંબંધો પર બદદુઆ આપી દીધી તો પણ વ્યક્તિને કષ્ટ થાય છે કારણ કે આ લોકો એકલાં જ જીવે છે તેઓ હમેશાં તેમનાં પરિવાર અને ખાસ વ્યક્તિનાં પ્રેમની ઝંખનામાં જીવતા હોય છે. તેમને ન તેમનો પરિવાર સ્વિકારે છે ન તેમને સમાજ તરફથી સ્વિકૃતિ મળે છે.

જ્યારે કોઇનાં ઘરે બાળકનો જન્મ થાય છે અને તેનાં જનનાંગમાં કોઇ કમજોરી જોવા મળે તો, ગ્રામીણ વિસ્તારમાં તેમને કિન્નરોને હવાલે કરી દેવામાં આવે છે. પછી તે બાળક આજીવન તેનાં પરિવારથી દૂર જતુ રહે છે. કે તેમનું મિલન થાય તો પણ તે એકાંતમાં આખા ગામ સમાજથી છુપાઇને થતું હોય છે.

કહેવાય છે કે, કિન્નરોનાં લગ્ન પણ એક દિવસ માટે થાય છે. એક દિવસનાં લગ્ન પાછળ એક પૌરાણિક કથા છે. દક્ષિણ ભારતમાં મોટાભાગનાં હિન્દુ કિન્નર ઇરાવન કે અરાવન નામનાં દેવતાની પૂજા કરતાં હોય છે. આ દેવતાનું નામ મહાભારતમાં આવે છે. તે અર્જુન અને નાગ રાજકુમારી ઉલૂપીનો પૂત્ર કહેવામાં આવે છે. મહાભારતની કહાની અનુસાર યુદ્ધ સમયે દેવી કાલીને ખુશ કરવા માટે અરાવન પોતાની બલી આપવાં તૈયાર થઇ ગયો હતો. પણ તેની શરતએ હતી કે તે અવિવાહિત મરવા નથી ઇચ્છતો. લગ્ન બાદ દીકરીનાં વિધવા થવાનાં ડરથી કોઇ રાજા તેની સાથે પોતાની દીકરીનું લગ્ન કરાવવાં તૈયાર ન હતો. એવામાં શ્રીકૃષ્ણ જ મોહિનીનું રૂપ ધારણ કરીને અરાવન સાથે લગ્ન કરી લે છે.

આ કથાનાં આધારે જ કિન્નરોનાં પણ એક દિવસ માટે અરાવન સાથે લગ્ન કરે છે અને બીજા દિવસે અરાવનને મૃત માનીને વિધવા થઇ જાય છે. લગ્નનાં બીજા જ દિવસે વિધવા થનારો પળ કોઇ આમ યુવતીનાં પતિનાં મોત જેવો જ હોય છે. આ સમય હોય છે જેમાં કિન્નર સામાન્ય લોકોની જેમ ખુલીને જોર જોરથી રડે છે.

સામાન્ય રીતે કિન્નરો પોતાને મંગલામુખી માને છે એટલે કે, મંગળ કાર્યો સાથે જોડાયેલાં. અને શુભ મંગળ પર જ વિશ્વાસ રાખનારા. આજ કારણ છે કે, પોતાનાં જ સમુદાયનાં સભ્યોનાં મોત પર તેઓ માતમ નથી મનાવતા પણ ખુશી મનાવે છે. તેમનાં સભ્યોનાં અંતિમ સંસ્કાર કિન્નરો ખુબજ ગુપ્ત રીતે કરે છે. તેની પાછળની માન્યતા છે કે, જો કોઇ બહારી સમાજનાં લોકો અંતિમ સંસ્કાર જોઇ લે તો મૃતકને આગામી જન્મમાં પણ કિન્નરનું રૂપ મળે છે.

એમ પણ માનવામાં આવે છે કે, કિન્નરોની ખુશી અને આશીર્વાદ ખુબજ ખરાબ પરિસ્થિતિમાં જીવનારા લોકોનું જીવન સુધારી શકે છે એવી પણ માન્યતા છે કે, કિન્નરો તરફથી જો એક સિક્કો મળે તેને પર્સમાં રાખવામાં આવે તો બરકત આવે છે. આજકારણે છે કે, ઘણાં લોકો કિન્નરોને ખુશ રાખે છે તેમની દરેક માંગણીઓ પૂર્ણ કરે છે. તેમજ તેમની બદદુઆ લેવાથી ડરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer