અત્યારે લગ્નની સિઝન ખૂબ ચાલી રહી છે. ઘણા બધા લોકો પિન્ક સિટી જયપુરમાં લગ્ન કરવાનું પસંદ કરે છે. તેમાં મોટા મોટા સેલિબ્રિટીઝ પણ સામેલ છે. હાલમાં જ બોલિવૂડની ક્યુટ અભિનેત્રી આલિયા ભટ્ટ પણ જયપુરમાં પોતાની દોસ્ત ના લગ્ન માં જોવા મળી હતી. પોતાની સહેલી ના લગ્નમાં આલિયાએ ખૂબ એન્જોય કર્યો. અને આલિયા એ સહેલી ના લગ્ન માં ખૂબ ડાન્સ પણ કર્યો. હવે આ લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેમાં આલિયા અને તેની સહેલીઓ ખૂબ એન્જોય કરી રહ્યા છે.
આલિયા પોતાની મિત્ર રિયા ખુરાના ના લગ્નમાં સામેલ થવા માટે શનિવારે રાયપુર આવી હતી. મુંબઈ થી ફલાઈટ માં આવતા જ આલિયા એ કોઈ આરામ ન કર્યો અને એરપોર્ટ થી સીધી ઓબેરોય હોટલ આવી ગઈ. અહીંયા તેમની સહેલીની સંગીત સેરેમની ચાલી રહી હતી. આ દરમિયાન આલિયા એ પોતાની સહેલીઓ ની સાથે ખૂબ નાચ ગાન કર્યું. આલિયાએ સહેલી ના લગ્નમાં ગુલાબી રંગની સાડી પહેરે હતી. તેમાં તે ખૂબ જ વધારે સુંદર દેખાઇ રહી હતી.
આલિયાએ આ લગ્નની કેટલીક તસવીરો પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, આ તસવીરોને શેર કરતા તેણે કેપ્શન માં લખ્યું છે કે ‘અમે આ પ્રેમને ફોટોગ્રાફમાં સજાવીને રાખીએ છીએ, અમે આ યાદો પોતાના માટે બનાવીએ છીએ.’
View this post on Instagram
આલિયાની આ પોસ્ટને ઘણા બધા ફેન્સે ખૂબ જ પસંદ કરી છે, તે પોસ્ટ પર અત્યાર સુધી ૧૫ લાખથી વધારે લાઇક આવી ચૂકી છે. ફેન્સ આલિયા ના સાડી લુકની ખૂબ તારીફ કરી રહ્યા છે. તેની સાથે જ આલિયાના એક ફેન પેજ એ તેમના ડાન્સ નો વિડીયો પણ શેર કર્યો છે. તે વીડિયોમાં આલિયા સ્ટેજ પર પોતાની સહેલીઓ સાથે કમાલ નો ડાન્સ પર્ફોર્મન્સ આપતા નજરે આવી રહી છે.
આલિયાનો આ વીડિયો પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આલિયાને આવી રીતે લગ્નમાં એન્જોય કરતા જોઈને ઘણા ફેન્સ એ પણ પૂછી રહ્યા છે કે આલિયા તમે ક્યારે લગ્ન ના બંધનમાં બંધાશો. બધા લોકો આ વાત જાણે જ છે કે આલિયા અત્યારના દિવસોમાં રણવીર કપૂર ની ડેટ કરી રહી છે. બંને ઘણા પબ્લિક પ્લેસ પર સાથે જોવા મળે છે.
અંદાજો લગાવવામાં આવે તો આ બંને જલ્દી જ લગ્ન કરી શકે છે. પરંતુ અત્યારે કોરોના વાયરસ અને ઋષિ કપૂરના નિધનના કારણે તેમના લગ્ન ટાળવામાં આવ્યા છે. આલિયા અને રણવીર ક્યારે લગ્ન કરવાના છે તે તો તે બંને જ જણાવી શકે છે. અત્યારે તો તમે આલિયા ને માત્ર બીજા ના લગ્નમાં એન્જોય કરતા જ જોઈ લો.