ચુડામણી દેવી મંદિર : માન્યતા છે કે આ મંદિરમાં ચોરી કરવાથી થાય છે સંતાન પ્રાપ્તિ

ચોરી કરવી પાપ કહેવામાં આવ્યું છે આજે અમે તમારા માટે એક એવા મંદિર ને લઈને આવ્યા છીએ જ્યાં ચોરી કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આ વાત વાંચીને તમે આશ્ચર્ય માં પડી જશો પર આ મંદિર ની સાથે આ પરંપરા ઘણા વર્ષોથી બનેલી છે. દેવી ભૂમિ ઉત્તરાખંડ ના રુડુંકી ના ચૂડિયાલા ગામ સ્થિત આ પ્રાચીન અને અનોખું મંદિર સિદ્ધપીઠ ચુડામણી દેવી નું છે. આવો જાણીએ કે કેમ ભક્ત અહિયાં ચોરી કરે છે અને એની પાછળ નું શું રહસ્ય છે.

કેવી રીતે થઇ મંદિર માં ચોરી કરવાની પરંપરા

ઘણા વર્ષો પહેલા અહિયાં સંતાન વિહીન રાજા શિકાર કરવા જંગલમાં આવ્યા હતા. એને અહિયાં માતા ના શરીર ના દર્શન થયા. રાજા એ શરીર ને નમન કરીને પુત્ર પ્રાપ્તિ વિનતી કરી. માતા એ એની વિનતી સ્વીકાર કરી લીધી. રાજા ને અમુક મહિના પછી પુત્ર રત્ન ની પ્રાપ્તિ થઇ અને એમણે અહિયાં માતા નું ભવ્ય મંદિર બનાવ્યું.



ચોરી કરવાની છે માન્યતા

આ મંદિર માં પુત્ર ની ઈચ્છા રાખવા વાળા પતિ પત્ની આવે છે અને માં ની સામે નમન કરે છે. માતા ના ચરણ માં એક લાકડી રાખવામાં આવે છે જેને દંપતી ને ચોરવાની હોય છે. દર્શન કર્યા પછી દંપતી ને આ લાકડી ને એમના ઘરે લઈ જવાની હોય છે. પુત્ર પ્રાપ્તિ થયા પછી દંપતી ને એમના પુત્ર ની સાથે અહિયાં આવીને ભંડારો કરવાનો હોય છે અને સાથે જ લાકડી ને ચઢાવવાની હોય છે.

આ મંદિર પણ કહેવાય છે શક્તિપીઠ

માં સતી ના અંગ અને આભુષણ જે જે જગ્યા પર પડ્યા છે ત્યાં શક્તિશાળી શક્તિપીઠો ની સ્થાપના થઇ છે. માન્યતા છે કે આ મંદિર ની જગ્યા પર માં સતી ની ચુંદડી પડી ગઈ હતી. તેથી આ મંદિર નું નામ ચુડામણી દેવી મંદિર રાખવામાં આવ્યું. આ અતિ પ્રાચીન મંદિર શ્રદ્ધાળુઓ ની આસ્થા નું કેન્દ્ર છે. નવરાત્રિ પર અહિયાં વિશાળ મેળા નું આયોજન કરવામાં આવે છે.

બાબા બનખંડી ની સમાધી નું સ્થળ

માતા ચુડામણી અનન્ય ભક્ત બાબા બનખંડી ની મંદિર ના પરિસર માં જ સમાધિ સ્થળ બનેલું છે. એમણે એમના જીવન ના ઘણા વર્ષ માતા ની સેવા અને ભક્તિ માં વિતાવ્યા હતા. સન ૧૯૦૯ માં એમણે આ મંદિર માં સમાધિ લીધી હતી. અહિયાં આવનારા શ્રદ્ધાળુ નમન કરવાનું ભૂલતા નથી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer