કોઈપણ દેવી દેવતાનુ પૂજન આરતી સાથે પુર્ણ થાય છે. આ કારણે આરતીના સંબંધમાં અનેક નિયમો જણાવ્યા છે. શાસ્ત્રો મુજબ આરતી કરતી વખતે દીવો ઓલવાઈ જાય તો અપશકુન માનવામાં આવે છે. આ કારણે આ વાતનુ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે કે પૂજા વગેરે કામ જ્યા સુધી પુર્ણ ન થાય ત્યાં સુધી દીવો સળગતો રહેવો જોઈએ.
તો આવો જાણીએ કે આરતીનો દીવો ઓલવાઇ જાય તો શું કરવુ જોઈએ.. જો કોઈ કારણસર દીવો ઓલવાઇ જાય છે તો એવું માનવામાં આવે છે કે જે મનોકામના માટે પૂજા કરવામાં આવી રહી છે તેમાં કોઈ અડચણ આવી શકે છે.
સાથે એ પણ સંકેત હોઈ શકે કે તમારા દ્વારા પૂજામાં કોઈ અછત રહી ગઈ હોય કે કોઈ ભૂલ થઈ ગઈ હોય. તેથી ઈશ્વર પાસે પોતાની ક્ષમા યાચના કરવી જોઈએ. અને ભગવાન ને સાચા મન થી ભૂલ ની માફી માંગવી જોઈએ.
આરતી કરતી વખતે જો દીવો ઓલવાઇ જાય છે તો ભગવાન પાસે માફી માંગીને ફરીથી દીપક પ્રગટાવીને આરતી કરવી જોઈએ. સાથે જ જે કાર્ય માટે પૂજા કરવામાં આવી રહી છે એ કાર્યને કરતા સમયે પૂરી સાવધાની રાખવી જોઈએ.
નહી તો સફળતા પ્રાપ્ત કરવી વધુ મુશ્કેલ થઈ શકે છે. અને ભગવાન નારાજ થઇ શકે છે. અને પછી કોઈ પણ કામ માં સફળતા નથી આપતા. તેથી એ વાત નું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આરતી માટે દીવો તૈયાર કરતી વખતે ધ્યાન રાખો કે દીવામાં પુરતુ ઘી કે તેલ નાખો.
પૂજા આરતી માટે આરતી ની થાળી સારી રીતે સજાવો. દીવાની જ્યોત જે કપાસ ના રૂ માંથી બનાવવામાં આવે છે, એ પણ સારી રીતે બનાવવી જોઈએ. આ સાથે જ પૂજા અર્ચના કરતી વખતે એ ક્ષેત્રમાં પંખો કે કુલર વગેરે પણ ન ચાલુ રાખવા જોઈએ
કારણકે એની વધારે હવાથી દીવો ઓલવાઇ જાય છે. પૂજા કર્યા પહેલા ઘરમાં બધી જગ્યા પર સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખો. ભગવાનની આરાધના પહેલા પોતાને પણ પવિત્ર કરી લો. ઘરમાં બધા વ્યક્તિને સ્નાન કરીને જ ભગવાન ની પૂજા અર્ચના કરવી જોઈએ.