આ મામલે રાજ્ય સરકારને સવાલો પૂછતા રાજ્ય સરકાર ભીંસમાં આવી ગઈ હતી. હાઇકોર્ટે રાજ્ય સરકારને અનેક વેધક સવાલ પૂછ્યા હતા. આ ઉપરાંત રસીકરણ લઈને પણ હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ પૂછ્યા હતા .
રાજ્ય સરકારને હાઈ કોર્ટ દ્વારા એમ પૂછવામાં આવ્યું હતું કે ઓનસ્પોટ રજિસ્ટ્રેશન માટે રાજ્ય સરકાર દ્વારા નાગરિકો માટે શું શું સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે? આ ઉપરાંત બે ડોઝ વચ્ચે નું અંતર કેમ વધારી નાખવામાં આવ્યું છે ? તેમજ ઓનલાઈન રજિસ્ટ્રેશન છતાં રસીનો વેડફાટ કેમ થાય છે? એવા આ સવાલો પૂછ્યા હતા.
સુપ્રીમ કોર્ટે એમ પૂછ્યું હતું કે દર વખતે વેક્સિનના સમયમાં બદલાવ કેમ કરવામાં આવે છે? બે ડોઝ વચ્ચેનો સમયગાળો સરકાર નિશ્ચિત કરે તેવું હાઈ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
હાઈ કોર્ટે કહ્યું હતું કે જે લોકો એ પ્રથમ ડોઝ લઈ લીધો છે તેવા લોકોને તાત્કાલિક ધોરણે બીજો ડોઝ ઉપલબ્ધ કરાવો. અને હાઈ કોર્ટે પ્રથમ ડોઝ લઈ લીધા બાદ બીજો ડોઝ કેટલા દિવસે મળ્યો છે તે આંકડા પણ જાહેર કરવા કહ્યું.
રસીકરણ માટે સોમાંથી ત્રીસ ડોઝ સ્પોટ રજીસ્ટ્રેશન માટે ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારના આદેશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત જે લોકો મોબાઈલ નથી વાપરતા તે લોકો કેવી રીતે રજીસ્ટ્રેશન કરે તે અંગે ખુલાસો આપવા માટે હાઇકોર્ટે રાજ્ય સરકારને કહ્યું હતું.
આ ઉપરાંત હાઇકોર્ટ એમ કહ્યું હતું કે ભારતના લોકો નિયમનું પાલન કરવા માટે બંધાયેલા નથી. રાજ્ય સરકાર ગમે એટલી સૂચના આપે તો પણ તમામ લોકો નિયમોનું પાલન નથી જ કરવાના, બધા લોકો માણસ નહીં પહેરે બધા લોકો સોશિયલ distance નહીં રાખે, એટલે ત્રીજી નહીં પરંતુ ચોથી લહેર પણ આવી શકે તેમ માનીને જ રાજ્ય સરકારે તૈયારીઓ ચાલુ કરી દેવી.