નમસ્કાર મિત્રો હનુમાનજીને કળયુગ ના સર્વશક્તિમાન દેવતા માનવામાં આવે છે. હનુમાનજી પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ ને તરત જ પૂર્ણ કરી દેતા હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવી પરિસ્થિતિઓ વિષય કે જેની અંદર ક્યારેય પણ ભૂલથી પણ ભગવાનની પૂજા ન કરવી જોઈએ.
જો તમે કાળા અથવા તો સફેદ રંગનાં વસ્ત્રો ધારણ કર્યા હોય તો ભૂલથી પણ હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ. આમ કરવાથી તે પૂજાનો નકારાત્મક પ્રભાવ તમારા ઉપર પડે છે. જો કોઈપણ વ્યક્તિએ માસ અથવા તો મદિરાનું સેવન કર્યું હોય તો પણ ભૂલથી પણ હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ.
કેમ કે, આમ કરવાથી હનુમાનજી અતિ કોપાયમાન થાય છે. જે તમારા માટે અનેક પ્રકારના વિઘ્નો ઉત્પન્ન કરી શકે છે. જો તમારું મન અશાંત હોય અને તમે ગુસ્સામાં હોવ તે સમયે પણ ક્યારેય ભગવાન હનુમાનજીની પૂજા ન કરવી જોઇએ. ભગવાન હનુમાન શાંતિપ્રિય દેવ છે.
અને આથી જ ક્રોધ અને અશાંત મને ક્યારેય પણ ભગવાન હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ. કેમ કે, આમ કરવાથી તમને તેનું યોગ્ય ફળ પ્રાપ્ત થતું નથી. હનુમાનજીની પૂજા કરતી વખતે હંમેશાં એ માટે આસપાસ સાફ-સફાઈ અને પવિત્રતા જાળવી રાખવી જોઈએ.
ખોટા વિચારો ની સાથે હનુમાનજીની પૂજા કરવાથી ક્યારેય પણ તેનું ફળ પ્રાપ્ત થતું નથી. આમ તમે પણ આ પરિસ્થિતિઓની અંદર જો ભૂલથી પણ હનુમાનજીની પૂજા કરો તો તેના કારણે તે પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી. ઉલ્ટાના હનુમાનજી તમારા ઉપર કોપાયમાન થાય છે.
આથી હંમેશાં એ માટે સાફસુથરા, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી હનુમાનજીને સાચા મનથી ધ્યાન ધરી અને હનુમાનજીની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી હનુમાનજીની કૃપા તમારા પર બની રહે છે અને તમે પણ તેનું યોગ્ય ફળ પ્રાપ્ત કરી શકો છો.