આ બે દિવસે હનુમાનજીનો આ પાઠ કરવાથી જીવનના દરેક દોષ દુર થઇ જશે અને તમામ મનોકામના થશે પૂર્ણ 

આપણે જાણીએ છીએ કે દરેક દેવી-દેવતાઓની અંદર હનુમાનજી ખૂબ જ સરળ સ્વભાવના દેવતા છે, અને તે ખૂબ જલ્દીથી પ્રસન્ન થઈ જતા જો ભક્તો સાચા દિલથી ભગવાન હનુમાનજીની સ્તુતિ કરે અને ભગવાન હનુમાનજીના મંત્રનો જાપ કરે તો તેના કારણે ભગવાન હનુમાનજીની કૃપા તેના પર બની રહે છે.

ભગવાન હનુમાનજી ને ખુશ કરવા માટે હનુમાન ચાલીસા અને બજરંગ બાણ આ બે સ્તુતિઓ ખૂબ જ મહત્વની છે. જો દર મંગળવારના દિવસે બજરંગ બાણનો પાઠ કરવામાં આવે અને શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે

તો તેના કારણે ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. જો આ રીતે મંગળવારના દિવસે અને શનિવારના દિવસે યોગ્ય રીતે સ્નાન કર્યા બાદ ચોખા વસ્ત્રો પહેરી હનુમાનજીની છબી સામે કેસરી આસન પાથરી ત્યારબાદ આ બંને સ્તુતિનો પાઠ કરવો.

આમ કરવાથી ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર બની રહે છે અને જેથી કરીને તમારા જીવનની અંદર રહેલા દરેક પ્રકારના દોષ દૂર થઈ જાય છે. કયા દોષ થાય છે દૂર બજરંગ બાણનો પાઠ કરવાથી વિવાહ સંબંધિત દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે.

મંગળવારના દિવસે પીપળાના ઝાડની નીચે બજરંગબાણનો પાઠ કરવો વિવાહ સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.. જો શનિ, રાહુ અને કેતુ જેવા ક્રૂર ગ્રહની મહાદશા ચાલતી હોય તો આવા સમયે એક દીપક પ્રગટાવી ત્રણ વખત બજરંગબાણનો પાઠ કરવાથી તમારી કુંડળીની દરેક ગ્રહ દશા દૂર થઈ જશે.

જો નોકરી દરમ્યાન કોઈપણ પ્રકારની બાધા આવતી હોય અથવા તો નોકરીમાંથી છૂટા થઈ ગયા હોય તો નિયમિતરૂપે બજરંગ બાણ નું સેવન કરવાથી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. જ્યારે કોઈપણ વ્યક્તિને ગંભીર બીમારી થઈ હોય અને કોઈ પણ જાતની દવા અસર ન કરતી હોય

આવા સમયે જો દિવસમાં બે વખત સવાર-સાંજ બજરંગ બાણ પાઠ કરવામાં આવે તો તેના કારણે સારો લાભ થાય છે. જો તમારા ઘરમાં કોઈપણ પ્રકારનો વાસ્તુદોષ હોય અથવા તો કોઈ પણ પ્રકારની પરેશાનીઓ હોય તો તેને દૂર કરવા માટે બજરંગબાણનો પાઠ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer