આવી રીતે શરુ થઇ હતી વરુણ-નતાશા ની પ્રેમ કહાની, પત્નીની આ એક અદા પર દિલ હારી બેઠો હતો એક્ટર

બોલીવુડ ના પ્રખ્યાત અભિનેતા વારંવાર ચર્ચાનો વિષય બનતા રહે છે. વરુણ ધવન ને દરેક વર્ગના લોકો પસંદ કરે છે. બોલીવૂડ એક્ટર બનવાની પહેલા વરુણની વર્ષ 2010 માં આઈ.ટી.ની ફિલ્મ ‘માઇ નેમ ઇજ ખાન’ માં બેહતરીન આસિસ્ટન્ટ ડાયરેક્ટર માં કામ કર્યું હતું. વરુણ વારંવાર પોતાના અંગત જીવન ને લઇ ને ચર્ચાઓ માં પણ રહે છે. તો ચાલો આજે વરુણ અને નતાશા દલાલની પ્રેમની વાર્તા વિશે જણાવીએ .

વરુણ ધવન એક વાર બોલીવુડ ની પ્રખ્યાત અને ખુબૂરસ્ત અભિનેત્રી કરીના કપુર ખાન સાથે ચેટ શો મા દેખાયા હતા. આ સમય દરમીયાન વરુણ એ અને નતાશા દલાલ ના સંબંધ વિશે ખુલી ને વાત કરી હતી . કરીના સાથે વાત કરતા વરુણ એ મોટો ખુલાસો કર્યો હતો કે એમણે નતાશા ને 3 થી 4 વાર પ્રપોઝ કર્યું હતું અને બઘી વખતે નતાશા તેના પ્રપોઝલ ને ઠુંકરાવતી હતી.

જણાવી દઈએ કે, વરૂણ ધવન અને નતાશા દલાલ એકબીજાને નાનપણથી ઓળખે છે. બંનેએ મુંબઈની એક જ સ્કૂલમાંથી સાથે અભ્યાસ કર્યો છે. જ્યારે વરુણ છઠ્ઠા ધોરણમાં હતો, ત્યારે તે નતાશાને મળ્યો. બંનેની મિત્રતા પ્રબળ બની અને મોટા થયા પછી બંને એક બીજાના પ્રેમમાં પડ્યાં. કરીના કપૂર ખાનના ચેટ શોમાં વરુણ ધવને વધુમાં કહ્યું કે, ‘જ્યારે હું પહેલી વાર તેની સાથે મળ્યો ત્યારે તે છઠ્ઠા ધોરણમાં ભણતો હતો.

તે સમયે અમે ડેટિંગ કરી રહ્યા ન હતા. 11 થી 12 સુધી માં અમે ખૂબ સારા મિત્રો હતા.’ વરુણ આગળ જણાવે છે કે ‘મને યાદ છે કે અમે માણેકજી કૂપર સ્કૂલ જતાં. તે યલો હાઉસમાં હતી અને હું રેડ હાઉસમાં હતો. અમે બાસ્કેટબોલ કોર્ટ પર હતા. મને લંચ બ્રેક દરમિયાન કેન્ટીનમાં તેનું ચાલવાનું યાદ આવે છે. જ્યારે મેં તેને જોઈ ત્યાર થી જ હું તેના પ્રેમમાં પડ્યો હતો.

કરણ જોહરના શોએ સંબંધો પર મહોર મારી દીધી :- બોલિવૂડના પ્રખ્યાત ડિરેક્ટર કરણ જોહરના શોમાં વરૂણ ધવને પણ તેના સંબંધો જાહેર કર્યા હતા. વર્ષ 2018 માં કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’ માં વરુણ ધવને તેના અને નતાશાના સંબંધો વિશે બધાને જણાવ્યું હતું. 2018 માં વરુણે લંડનમાં વેકેશન દરમિયાન નતાશા અને તેણીની તસવીર પણ પોસ્ટ કરી હતી.

24 જાન્યુઆરી 2021 ના ​​રોજ લગ્ન કર્યા :- વરૂણ ધવને તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે આ વર્ષે 24 જાન્યુઆરીએ ખૂબ જ સરળ રીતે લગ્ન કર્યા. આ લગ્ન મહારાષ્ટ્રના અલીબાગમાં એક સુંદર સ્થળે યોજાયા હતા. બંનેએ હિન્દુ રિવાજો સાથે સાત ફેરા લીધા હતા. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને, લગ્નમાં મર્યાદિત મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે, વરૂણ ધવનની પત્ની નતાશા વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે. તે લાઇમ લાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો વરુણ ધવન એ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2012 માં આવેલ કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ થી થઈ. આ ફિલ્મ માં તેની સાથે મુખ્ય રોલમાં આલિયા ભટ્ટ અને સિધ્ધાંત મલ્હોત્રા પણ છે આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી.

વરુણ એ તેના 9 વર્ષના ફ્લ્મિ કરિયરમાં ‘મે તેરા હીરો ‘,’ હમ્પ્ટી શર્મા કી દુલ્હનીયા ‘, ‘બદ્રીનાથ કી દુલ્હનીયા ‘, ‘દિલવાલે’, ‘ઢીશુમ’, ‘જુડવા 2’, ‘એબીસીડી 2’ અને ‘બદલાપુર’ જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે . છેલ્લે 25 મી ડિસેમ્બર 2020 ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘કુલી નંબર વન’ માં નજર આવ્યા હતા. તે ફિલ્મ ફ્લોપ થઇ હતી. તેમની આગામી ફિલ્મ માં ‘ભેડિયા’ અને ‘જુગ જુગ જિઓ’ સમાવિષ્ટ છે

Leave a reply:

Your email address will not be published.

Site Footer