જાણો અચલેશ્વર મહાદેવ મંદિરના ચમત્કાર વિશે

રાજસ્થાનના ‘અચલેશ્વર મહાદેવ’ મંદિરની સ્થાપના બાદ આ મંદિરમાં રહેલ શિવલિંગ પોતાનો રંગ બદલ્યા કરે છે. આજ કારણ છે કે દેશમાં જ નહી વિદેશમાં પણ લોકો આ શિવલિંગને નિહાળવા તેમજ મસ્તક નમાવવા આવે છે. રાજસ્થાનના ઘૌલપુર જિલ્લામાં સ્થાપિત અચલેશ્વર મહાદેવ દિવસમાં ત્રણ વખત પોતાનો રંગ બદલે છે. સવારના સમયે આ શિવલિંગ લાલ રંગનું દેખાય છે. તો બપોરે આ જ શિવલિંગ કેસરી રંગ ધારણ કરે છે. રાત્રે આ જ શિવલિંગ શ્યામ રંગ ધારણ કરે છે. 

સ્થાનીક લોકો માને છે કે શિવલિંગની રંગ બદલવાની વાતને લઈને કેટલીયે વખત મંદિરની આસપાસ ખોદકામ કરવામાં આવ્યુ હતુ. ખુબજ ઉંડે સુધી ખોદવા છતા શિવલિંગનો કોઈ અંત મળ્યો ન હતો. પરેશાન થઈને લોકોએ આને ભોલેનાથની કૃપા માની લીધી અને ખોદકામ બંધ કરી દીધુ હતુ. ‘અચલેશ્વર મહાદેવ’ મંદિરના શિવલિંગનો રંગ બદલવા પાછળ શું છે રહસ્ય? આને સમજવા માટે પુરાતત્વ વિભાગના લોકોએ પણ ખુબજ પ્રયત્નો કર્યા હતા તો પણ આજ સુધી કોઈ સાબીતિ મળી નથી આથી તમામ લોકોએ આને ઈશ્વરનો ચમત્કાર માની લીધો છે.

આમ પણ કહેવાય છે કે ભગવાન ભોલેનાથ અપાર શક્તિઓના સ્ત્રોત છે તેમનો મહિમા આજે પણ અપરંપાર છે કુદરતની લીલાઓ અને ભગવાનની રચનાઓને મથવા વિજ્ઞાન પણ મેદાને પડ્યુ તો તેના હાથે કશુ આવ્યુ નથી. કુદરતની શક્તિઓ અને પ્રભુની લીલાઓને સમજવી આજે પણ ખુબજ કઠીન છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer