અમદાવાદના જમાલપુરના કાજીના ધાબા પાસે આવેલ 5 માળની ઈમારત ધરાશાયી થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો

અમદાવાદના જમાલપુરના કાજીના ધાબા પાસે આવેલ હોકાબાઝ નામની 5 માળની ઈમારત ધરાશાયી થઈ ગયા હતી.આ બિલ્ડીગ ધરાશાયી થતા આસપાના લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક લોકોએ અહીં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યાં છે. નવી જ બિલ્ડીંગ એકાએક ધરાશયી થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકા તંત્ર સહિત પોલીસનો કાફલો હાલમાં જમાલપુર દોડી ગયો છે.

જો કે ગઈકાલે વાવાઝોડાના કારણે આ ઈમારત ભયજનક બની હતી જથી પહેલાથી જ લોકોને પોત પોતાના ઘરો ખાલી કરવા માટેની સૂચના આપી દેવામાં આવી હતી. બિલ્ડીંગ ધરાશાયી થઈ ત્યારે કોઈ ઈમારતમાં હાજર ન હતું.

 

જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવું હાલમાં સામે આવ્યું નથી. ફાયરવિભાગને હાલ સુધી કોઈ કોલ નથી મળ્યો. પ્રાથમિક તબક્કામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.આ ઈમારતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે અને ફાયરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer