હવે ઘરે બેઠા બેઠા કરી શકશો કોરોના ટેસ્ટ, જાણે કેવી રીતે કામ કરે છે ICMR વાળી હોમ ટેસ્ટિંગ કિટ

ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચે કોવિડ-19 માટેની રેપિડ એન્ટિજન ટેસ્ટના મહત્ત્વ પર જોર આપીને કહ્યું છે કે જે લોકોમાં કોરોના સંક્રમણના લક્ષણ હોય અને જેઓ તપાસમાં પૉઝિટિવ આવનાર દર્દીઓનાં સંપર્કમાં આવેલા હોય તેમણે કોવિડ-19ની પુષ્ટિ માટે રેપિડ એન્ટિજન ટેસ્ટની તપાસ ઘરે જ કરવી જોઈએ. આઈસીએમઆર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે, એન્ટીજન ટેસ્ટમાં નેગેટિવ આવનારાઓએ હવે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર નથી. અગાઉ લોકો એન્ટીજન બાદ આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા હતા.

આઈસીએમઆરના નવા પરામર્શ અનુસાર, જે લોકોનો રેપિડ એન્ટિજન ટેસ્ટ પૉઝિટિવ આવે તેમને કોવિડ-19 પૉઝિટિવ માનવામાં આવે અને તેમણે ફરીથી ટેસ્ટ કરાવવાની જરૂર નથી.જે લોકો પોઝિટિવ હશે તેમને હોમ આઈસોલેશને લઈને ICMR અને હેલ્થ મિનિસ્ટ્રીની ગાઈડલાઈનને માનવી પડશે. લક્ષણ વાળા દર્દીઓનું પરિણામ નેગેટિવ આવે તો તેમણે RTPCR કરાવવું પડશે. તમામ રેપિડ એન્ટિજન નેગેટિવ સિમ્પ્ટોમેટિક લોકોને સસ્પેક્ટેડ કોવિડ કેસ માનવામાં આવશે અને જ્યાં સુધી RTPCRનું રિઝલ્ટ ન આવે ત્યાં સુધી તેમને હોમ આઈસોલેશનમાં રહેવુ પડશે.

આઈસીએમઆરનું કહેવું છે, “જે લોકોમાં કોરોનાના લક્ષણ હોય તેમણે ઘરે રેપિડ એન્ટિજન કિટનો ઉપયોગ કરવો જોઈએ. વગર વિચારે ટેસ્ટ ન કરવો જોઈએ.”

આઈસીએમઆર દ્વારા કોવિડની હોમ બેઝ્ડ ટેસ્ટિંગ કિટને મંજૂરી અપાયા બાદ હવે કોરોનાની તપાસ કરવી ખૂબ સરળ બનશે. હાલ ભારતમાં ફક્ત એક જ કંપનીને આની મંજૂરી આપવામાં આવી છે જેનું નામ માયલેબ ડિસ્કવરી સોલ્યુશન્સ લિમિટેડ છે.

“પરંતુ જે લોકોમાં કોરોનાના લક્ષણો છે અને તેઓ રેપિડ એન્ટિજન ટેસ્ટમાં નૅગેટિવ આવે છે તો એમણે તરત આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો જોઈએ. આ એ માટે કે અમે જોયું છે કે જે દર્દીઓમાં વાઇરસનો લોડ ઓછો હોય તેમના કોવિડ-19ની પુષ્ટિ રેપિડ એન્ટિજન ટેસ્ટથી થઈ શકતી નથી. જોકે, નૅગેટિવ આવ્યા પછી પણ કોરોનાના લક્ષણોવાળા દર્દીઓએ સ્વાસ્થ્ય મંત્રાલયની માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ અને તેમને એક સંદિગ્ધ દર્દી તરીકે માની લેવા જોઈએ.”

Leave a reply:

Your email address will not be published.

Site Footer