અમદાવાદમાં દર વખતે અલગ અલગ છોકરીઓ સાથે શારીરિક સુખ માણીને પોતાની જાતને પ્લેબોય સમજતો એક યુવક ઝડપાયો છે. મૂળ વડોદરાના અને હાલ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી એક મહિલા કે જેની ઉંમર ૩0 વર્ષ છે તેના છ વર્ષ પહેલા પોતાના પતિ સાથે છૂટાછેડા થયા હતા.
ત્યારબાદ તેને ગોમતીપુરમાં રહેતા એક યુવક સાથે ત્રણ વર્ષથી પ્રેમનો સંબંધ હતો. યુવક તેને વારંવાર અલગ-અલગ હોટલમાં લઈ જાય અને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરતો હતો.
જોકે આ યુવતી એ વાતથી અજાણ હતી કે દસ દિવસ બાદ આ યુવકના અન્ય કોઈ યુવતી સાથે લગ્ન થવાના છે. પરંતુ લગ્ન થાય તે પહેલાં જ પ્રેમિકાએ જ પ્રેમીને તુ જે યુવતી સાથે મણીનગર રેલ્વે સ્ટેશન પાસેની એક હોટલમાં રંગેહાથે ઝડપી લીધો હતો.
પોલીસ દ્વારા તપાસ કરતા યુવકનું નામ ફઝલ ઉર્ફે આરીફ ખાન પઠાણ છે. આરોપી યુવતીઓને માત્ર મોજશોખ નું સાધન સમજીને લગ્નની લાલચ આપી તેમની પર દુષ્કર્મ આચરતો હતો. આ ઉપરાંત તે માત્ર સાત ધોરણ ભણેલો છે. કપડાની જેમ યુવતીઓ બદલતા આ યુવકનો ભાંડો તેની પ્રેમિકાએ પડ્યો હતો. યુવકે કબૂલ્યું હતું કે દસ દિવસ બાદ અન્ય યુવતી સાથે તેના લગ્ન છે.
મૂળ વડોદરાની અને હાલ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષની મહિલાને એક યુવક સાથે પ્રેમ થયો હતો. યુવકે સ્ત્રી સાથે લગ્નની લાલચ આપીને હોટલમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. વડોદરાની યુવતી ને જે હોટલમાં લઈ ગયો તો ત્યાં જ બીજી પ્રેમિકાને લઇ જતા તેનો ભાંડો ફૂટયો હતો. તે માદક દ્રવ્યોનો નશો કરીને યુવતીઓ સાથે શારીરિક સુખ માણતો હતો.
આ ઉપરાંત એ પણ જાણવા મળ્યું હતું કે આ યુવકની આર્થિક સ્થિતિ કંગાળ હોવાથી યુવતી તેને આર્થિક મદદ કરતી હતી. ફઝલ બાથરૂમ ગયો ત્યારે તેના ફોનમાંથી અન્ય યુવતી સાથેના તેના અશ્લિલ ફોટા જોઈ લીધા હતા.
આ ઘટના બાદ પ્રેમિકાએ ફઝલને અન્ય યુવતી સાથે સંબંધ હોવાનું જણાવતાં તેને આ વાતને નકારી કાઢી હતી. ત્યારબાદ આ સ્ત્રીને ખબર પડ્યા કે યુવકની અન્ય યુવતી સાથે દસ દિવસ બાદ લગ્ન થવાના છે.