એલોપથીને બોગસ ગણાવનાર બાબા રામદેવ પર મુશ્કેલી આવી ગઇ છે . ઇન્ડિયન મેડીકલ એસોસીએશન ઉત્તરાખંડએ બાબા રામદેવને તેમના આ વિધાનો બદલ માફી માંગતો વિડીયો તમામ સોશ્યલ મીડિયા પર અપલોડ કરવા અથવા 1000 કરોડ માનહાનિનો દાવો ભરવા જણાવ્યું હતું.
ચેતવણી આપતા કહ્યું કે જો યોગ ગુરૂ તેમ કરવામાં નિષ્ફળ નીવડશે તો તેમની સામે રૂા.1000 કરોડનો માનહાનિનો દાવો દાખલ કરવામાં આવશે.
રામદેવે હાલમાં એક મુલાકાતમાં એલોપથીને લૂંટ ગણાવી હતી.બાબા રામદેવ સામે કેસ પણ ચલાવવા સરકારની પાસે રજૂઆત કરાઇ છે. પરંતુ કેન્દ્રના આરોગ્ય મંત્રાલયએ ફકત બાબાને હળવો ઠપકો આપીને તેમના આ વિધાન બદલ માફી માગવા જણાવ્યું હતું.
આ આ મામલે રામદેવજી એ પણ એક નિવેદનમાં આડકતરી રીતે માફી માગતા કહ્યું હતું કે તેઓ કોઈપણ વિજ્ઞાન અથવા પદ્ધતિને ખરાબ નથી કહિ રહ્યા તેઓ નો હેતુ ફકત દેશભક્તી અને વિશ્વ માનવ કલ્યાણનો છે.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો રામદેવ 15 દિવસની અંદર ખંડનનો વીડિયો અને લેખિત માફી નહીં માગે તો તેમની પાસેથી 1000 કરોડ રૂપિયાની માગ કરવામાં આવશે.
આ વિધાનની સમગ્ર દેશના તબિબ જગત ઉપર અવળી અસર પડી હતી. અને દેશભરમાંથી બાબા રામદેવની ધરપકડની માંગ કરાઇ હતી જેમાં એક નવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં બાબા રામદેવ એમ કહી રહ્યા છે કે ધરપકડ તો કોઈનો બાપ પણ નહી કરી શકે.
24 મેના રામદેવે ફરી એકવાર એલોપેથિક ચિકિત્સા પદ્ધતિ પર પ્રશ્નો ઉઠાવ્યા. આ વખતે તેમણે પતંજલિના લેટરપેડ પર લખેલા એક કાગળમાં imaને 25 પ્રશ્નો કર્યા. આના પર તેમના પોતાના હસ્તાક્ષર પણ છે.
બાબા રામદેવે આ પત્રમાં હેપેટાઇટિસ, લીવર સોયરાસિસ, હાર્ટ એનલાર્જમેન્ટ, શુગર લેવલ 1 અને 2, ફેટી લીવર, થાઇરૉઇડ, બ્લૉકેજ, બાઇપાસ, માઇગ્રેન, પાયરિયા, અનિદ્રા, સ્ટ્રેસ, ડ્રગ્સ એડિક્શન, ગુસ્સો વગેરે પર રોગો સારવારને લઈને અલોપેથીને પ્રશ્નો કર્યા છે.