આ વાંચીને તમેં કહેશો આવા વ્યક્તિને જ ચૂંટવા જોઈએ, પાર્ટીમાં જોડાવા આમ આદમી ના મહિલા કોર્પોરેટરને આપી 3 કરોડની ઑફર, ના પાડતા પતિ દ્વારા દબાણ કરાયું, અંતે છૂટાછેડા….

તાજેતરમાં ગુજરાતમાં આપ પાર્ટીનું પ્રભુત્વ વધ્યું છે. અરવિંદ કેજરીવાલની હાજરીમાં ઘણા મોટા નેતાઓ પણ આપમાં જોડાયા છે. ત્યારે ઈશુદાન ગઢવી પણ આપમાં જોડાયા છે. આ પાર્ટીમાંથી ભાજપમાં અને કોંગ્રેસમાં નેતાઓને લેવા માટે મોટી રકમની ઓફર કરવામાં આવી રહી છે.

સુરતમાં આમ આદમી પાર્ટી સુરત મહાનગર પાલિકામાં 27 સીટો સાથે વિપક્ષમાં બેઠી છે. ત્યારે સુરતમાં આપના ઉમેદવાર કે જે સૌથી વધુ લીડ થી ચૂંટણી જીત્યા છે તેમાં આ બાબત જણાવવામાં આવી હતી. સુરતના વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર અને ભાજપના ધારાસભ્યો દ્વારા ભાજપમાં જોડાઇ જવા માટે રૂપિયા ત્રણ કરોડની ઓફર કરવામાં આવી હતી.

પરંતુ આપના સુરતના કોર્પોરેટરોનેતેઓ હલાવી શક્યા નથી. મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરા દ્વારા ગુરુવારે ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ સણસણતો આક્ષેપ કરવામાં આવ્યો છે .

આ તરફ વીડી ઝાલાવડિયાનું કહેવું છે કે, ઋતા દુધાગરાના બધા આક્ષેપો માત્રને માત્ર જુઠાણું છે. હું ઋતાને ઓળખતો હું પણ નથી. મેં કોઈ ઓફર કરી નથી.

રૂપિયાની લાલચમાં નહીં આવી તો પરિવાર દ્વારા દબાણ શરૂ થયું અને મારે છૂટાછેડા લેવા પડ્યા છે. ગત 21મી મેએ ચિરાગ સાથે તેમના છૂટાછેડા થયા છે. ઋતા દુધાગરા 54000 થી વધુ મતોથી અને સૌથી વધુ લીડથી જીત્યા હોવાથી આમ આદમી પાર્ટીમાંથી ભાજપ માં લેવા માટે ઘણી ઓફરો કરવામાં આવી હતી.ઋતાએ આક્ષેપ કર્યો હતો કે 25 લાખ લઈ તે ભાજપ સાથે જોડાઈ ગયો છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer