આ પટેલને શોધી લાવો અમેરિકા આપશે ૬૫ લાખ, શું તમે જાણો છો આ ભાઈએ શું કાંડ કર્યો છે?દુનિયા અને દેશની અંદર ઘણા અપરાધીઓ ફરી રહ્યા છે, ત્યારે હાલમાં જ અમેરિકા દ્વારા પોતાના ટોપ-10 મોસ્ટ વોન્ટેડ અપરાધીઓનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
અને ટોપ-10 અપરાધીઓના લિસ્ટમાં એક ગુજરાતી પણ સામેલ છે. અમેરિકાના હેનોવરની અંદર મૂળ ગુજરાતના ભદ્રેશ પટેલે પોતાની પત્ની પલક પટેલની પાંચ વર્ષ પહેલા હત્યા કરી નાખી હતી. ત્યારબાદથી જ ભદ્રેશ ફરાર છે. છેલ્લા ઘણા સમયથી જ્યારે ભદ્રેશનો કોઈ સુરાગ ના મળ્યો.
ત્યારે પોલીસે આ મામલો ખુફિયા એજન્સી એફબીઆઈને સોંપી દીધો છે. હવે એફબીઆઈ દ્વારા ભદ્રેશને મોસ્ટ વોન્ટેડના લિસ્ટમાં નાખી દેવામાં આવ્યો છે. આ સાથે જ ભદ્રેશની જાણકારી આપનારને 1 લાખ ડોલર એટલે કે લગભગ 65 લાખ રૂપિયાની ઇનામ પણ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ભદ્રેશનું નામ આ સૂચિની અંદર પહેલીવાર 2017માં સામેલ થયું હતું. એફબીઆઈને તેમની તપાસમાં મદદ કરનાર કૈલી હાર્ડિંગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે: “ભદ્રેશ પટેલની પત્ની જુવાન હતી, તેની ખુબ જ બર્બરતા સાથે હત્યા કરી દેવામાં આવી. અમને આવા હત્યારાની શોધ છે.
” પલકની ઉંમર ત્યારે 21 વર્ષની હતી અને ભદ્રેશની ઉંમર 24 વર્ષ. બંને ડંકીન ડૉનેટસના સ્ટોરની અંદર રાતની શિફ્ટમાં કામ કરતા હતા. સ્ટોરમાંથી મળેલા CCTV ફૂટેજ અનુસાર ભદ્રેશ અને પલક રેકની પાછળ ગાયબ થતા પહેલા સાથે સાથે ચાલી રહ્યા હતા.થોડી જ ક્ષણો બાદ ભદ્રેશ બીજીવાર દેખાયો.
ત્યારબાદ તે કિચન ઓવનને બંધ કરે છે અને તે સ્ટોરમાંથી એ રીતે નીકળે છે જાણે કઈ થયું જ નથી. તેના શરીરના હાવભાવ અને ચહેરાની આકૃતિ ખુબ જ સામાન્ય દેખાઈ રહી હતી. હવે આ બર્બર હત્યાના મામલામાં FBIની તપાસમાં ખુલાસો થયો કે પલકનું મૃત શરીર 12 એપ્રિલ 2015ના રોજ મળી આવ્યું હતું. જેના ઉપર ચાકુના ઘણા નિશાન હતા.