બહારના દેશ માંથી આવેલી વસ્તુઓ છે આપણાં માટે ખુબજ ખતરનાક, જાણો તેનાથી બચવાના ઉપાયો..

જેવી રીતે ગાંડો બાવળ આમેરકા થી આવ્યો છે તેવીજ રીતે ગાજર ઘાસ પણ અમેરિકાથી આવ્યું છે. લાલ ઘઉં પીએલ -480ની સાથે ભારત આવ્યું હતું. હાલ 50 લાખ હેક્ટરમાં ફેલાયું છે. ગાજર, ગાજર ઘાસ, છટક, બૂટી અને પંખારીના નામથી પણ ઓળખાય છે. 90 સે.મી. થી એક મીટરની ઉંચાઈ સુધી વધે છે. જેની લંબાઈ 1.5 મીટર સુધીની ઘણે જોવા મળી છે. તેના પાંદડા ગાજર જેવા હોય છે.

નાના સફેદ ફૂલો હોય છે. આ ના  બીજ 8 વર્ષ પછી  ઊગી શકે છે. એટલા માટે જ આજે અમે તમને તેના વિષે થોડી ઘણી બાબતો વિષે જણાવવા ના છે. જે નીચે મુજબ દર્શાવવા માં આવી છે, તો ચાલો જાણીએ તેના વિષે. આ ઝેરી છોડનું બીજ 1950 માં અમેરિકાના મેક્સિકોથી વર્ણસંકર ઘઉં પીએલ 480 લઈને ભારતમાં પહોંચ્યું હતું. તે પહેલા પૂનામાં ગાજર જોવા મળી હતી.

સમગ્ર પર્યાવરણને નૂકસાન કરે છે. અમેરિકા, મેક્સિકો, વેસ્ટ ઇન્ડીઝ, ચીન, નેપાળ, વિયેટનામ અને ઓસ્ટ્રેલિયા સહિત દુનિયાભરમાં તેની વીસ જાતિઓ જોવા મળે છે. ગાજર ઘાસ એક જાતનું નિંદામણ છે. ગાંડાબાવળની જેમ  ખેતી, જમીનને પારાવાર નુકસાન કરે છે. તેના આક્રમણને લીધે ભારત દેશના ઘણા પાકમાં 40 ટકા સુધીની ઉપજનું નુકસાન થયું છે.

વન ઉત્પાદનમાં 90 ટકાનો ઘટાડો થઈ જશે. ગાજર ઘાસ પશુ, જંગલ, જંગલી પશુ માટે ખુજ નુકસાનકારક છે. અનાજ, જુવાર, મકાઈ, ડાંગર, સોયાબીન, વટાણા, તલ, એરંડા, શેરડી, બાજરી, મગફળી, ફળ, બગીચા, રીંગણ, ટમેટા, બટાટાની ઉત્પાદનમાં 4 ટકાનો ઘટાડો કર્યો છે. કૃષિ પાકના પરાગ, અંકુરણ અને ફળોના વિકાસને વિપરીત અસર કરે છે.

હરિતદ્રવ્યની ઉણપ અને નાઈટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયાની પ્રવૃત્તિ ઘટાડે છે. તેથી ઉત્પાદનમાં 4 ટકાનો ઘટાડો થયો છે.ખેડૂતોએ શેઢા પાળા, પડતર જમીન કે પડતર ખેતરમાં ચોમાસા પહેલાં કુવાડિયાના બીજને છાણ-માટીમાં મિશ્રણ કરી પુકી દીધા હોય તો વરસાદ થયા ભેળાં બધાં ઉગી નીકળશે. જેનો વિકાસ ગાજર ઘાસ કરતાં વધારે ઝડપથી થાય છે.

વિકાસ થઈ ગયા વછી તે ગાજર ઘાંસને થવા દેતું નથી. કુવાડીયા પોતે  જ આગળ વધે છે. ગાજર ઘાસને નિયંત્રણમાં લાવી દે છે. 3 ફૂટ ઉંડો ખાડો કરીને ગાજર ઘાસના ફુલ આવે તે પહેલાં તેના છોડને મૂળ સાથે ઉખેડી નાંખવું. ઉપર માટી, ગૌમૂત્ર, છાણ, યુરિયા, ફોફેટ, ટ્રાયકોડર્મા નાંખવાથી 6 મહિનામાં શ્રેષ્ઠ કંપોસ્ટ ખાતર તૈયાર થાય છે.

જેમાં ગાજર ઘાસના મૂળમાં ઝેર હોય છે તે વિઘટન થઈ જાય છે. તેથી તેની ખરાબ અસર રહેતી નથી. ગાજર ઘાસના કંપોસ્ટમા બીજા જૈવિક ખાતરો કરતાં પોષક તત્વો વધું હોય છે. જેમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેંગેનિઝ હોય છે. નડતર દૂર કરીને ગાજર સારું વળતર આપે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer