ગેંગરેપ પીડિતા બનશે અનુપમા ની વહુ, ટીવી સીરીઅલ માં સમરના લગ્ન થી મેકર્સ આપશે મોટી શીખ….

અનુપમા ટીવી સિરિયલમાં સતત ઘણા ટ્વિસ્ટ અને ટર્ન આવી રહ્યા છે. મેકર્સ દર્શકોનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી.

સ્ટોરી હાલમાં અનુપમા ડિમ્પલના બળાત્કાર માટે જવાબદાર ગુંડાઓની આસપાસ ફરે છે. નિમિતે તેને છોડી દેવાનું નક્કી કરતાં ડિમ્પલનું જીવન જાણે બરબાદ થઈ ગયું હોય તેવું લાગે છે. કારણ કે નિમીત મુજબ ડિમ્પલ પાક નથી. ડિમ્પલ તેના ઘરે પાછા જવા માંગતી નથી, કારણ કે તેને નિમિત સાથે લગ્ન કરવાને કારણે કાઢી મૂકવામાં આવી હતી.

હવે ખુબ જ સારી રીતે અનુપમા ડિમ્પલને મદદ કરશે. અનુપમા તેને કાપડિયા હાઉસ લઇ જવાનુ નક્કી કરશે.. અનુપમા હવે તેના જીવનના સૌથી મુશ્કેલ નિર્ણયોમાંથી એક લેતી જોવા મળશે જે તેની આસપાસના દરેકને ચોંકાવી દેશે. ડિમ્પલને ખુશી પાછી આપવા અનુપમા હવે ડિમ્પલ અને સમરના લગ્નની જાહેરાત કરશે.

 

View this post on Instagram

 

A post shared by 𝓘𝓷𝓭𝓲𝓪𝓷 𝓽𝓮𝓵𝓵𝔂𝔀𝓸𝓸𝓭 (@telly_daily)


હા,અનુપમા જ હવે તેના પુત્ર સમર અને ડિમ્પલની જોડી બનાવશે. બીજી તરફ બા, અનુપમાના નિર્ણય સામે અવાજ ઉઠાવશે. કારણ કે તે નથી ઈચ્છતી કે અનુપમા સમરનું જીવન બરબાદ કરે.સમર અને ડિમ્પલ એક થઈ શકશે કે નહીં?

અનુપમાના આગામી ટ્રેકમાં ડિમ્પલના લગ્ન જીવનની સ્ટોરી જોવા મળશે. ન્યૂ મેરિડ કપલ તરીકે સમરની લવસ્ટોરી આખરે શરૂ થશે. જેમ આપણે જાણીએ છીએ, ગેંગરેપ પછી ડિમ્પલ માટે જીવન ખૂબ મુશ્કેલ બની ગયું છે.

આ કારણોસર, અનુજ અને અનુપમા ડિમ્પલ અને નિમિતને તેમના ઘરે લાવશે અને આખી કહાનીમાં ટ્વિસ્ટ જોવા મળશે..સમર ડિમ્પલના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવવા આવ્યો છે. નિમિત ડિમ્પલને છોડી દેશે. બીજી બાજુ, સમર, ડિમ્પલને લઈને સાબિત કરવાનું પસંદ કરશે કે છોકરી પર બળાત્કાર થયા પછી પણ તે ખુશીની હકદાર છે કારણ કે તે ખોટું નથી..

Leave a reply:

Your email address will not be published.

Site Footer