કોઈ પણ પ્રકારના ધાર્મિક અનુષ્ઠાનમાં હાથ પર દોરો બાંધવામાં આવે છે તેને કાંડું પણ કહેવાય છે. કાંડું બાંધવાના ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને મહત્વ હોય છે. હિંદુ ધર્મમાં તેને રક્ષા માટે બાંધવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મંત્રો દ્વારા અભી મંત્રિત કરીને કાંડું બાંધવામાં આવે તો દરેક પ્રકારના અનીષ્ઠોથી રક્ષા મળે છે.
મૌલીનો શાબ્દિક અર્થ છે સૌથી ઉપર. શાસ્ત્રો માં જણાવેલ છે કે મૌલી બાંધવાથી ત્રિદેવ એટલેકે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમજ ત્રણે દેવીઓ માં પાર્વતી, માં લક્ષ્મી અને માં સરસ્વતીના આશીર્વાદ એક સાથે મળે છે. મૌલી બાંધવાનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે.
મૌલી કાંડા પર બાંધવામાં આવે છે. શરીર વિજ્ઞાન અનુસાર તેને ત્રિદોષ એટલે કે વાત પિત્ત અને કફનું સંતુલન બનાવી રાખે છે. કાંડું બાંધવાથી બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, ડાયાબીટીસ, અને લકવા જેવા રોગોથી બચાવે છે. પુરુષો અને અપરણિત છોકરીઓના જમણા હાથમાં અને પરિણીત મહિલાઓના ડાબા હાથમાં કાંડું બાંધવામાં આવે છે.
જે હાથમાં કાંડું બંધાવી રહ્યા હોઈએ ત્યારે એ હાથની મુઠ્ઠી બાંધેલી હોવી જોઈએ અને માથે કપડું ઓઢેલું હોવું જોઈએ. અને સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે મૌલી ને ફક્ત ત્રણ વારજ લાપેતવી જોઈએ. કેટલીક પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન વિષ્ણુના વામન અવતારને રાજા બલીએ રક્ષા સૂત્ર બાંધ્ય પછીજ તેને પાતાળ લોકમાં જવાનો આદેશ આપેલો.
હાથ પર કાંડું બાંધતી વખતે આ મંત્ર બોલવામાં આવે છે येन बद्धो बली राजा दानवेन्द्रो महाबल:। तेन त्वामनुबध्रामि रक्षे मा चल मा चल।। અર્થાત જે રક્ષા સૂત્રથી દાનવોના રાજા બલી ધર્મના બંધનમાં બંધાઈ ગયા હતા એટલે કે ધર્મમાં પ્રયુક્ત કરવામાં આવ્યા હતા તે જ સૂત્રમાં હું તમને બંધુ છું, એટલે કે ધર્મ માટે પ્રતિબદ્ધ કરું છું. ત્યારબાદ પુરોહિત રક્ષા સૂત્રને કહેવામાં આવે છે કે હે રક્ષ તું સ્થિર રહેજે, સ્થિર રહેજે.