મોટા સમાચાર; શાળા/કોલેજો ક્યારથી ખુલશે?? જાણો શિક્ષણ મંત્રીએ શુ જવાબ આપ્યો…

ગુજરાતમાં હવે કોરોના નું સંક્રમણ ઘટી રહ્યું છે અને લોકોનું જીવન રાબેતા મુજબ ધીરે ધીરે પાટા ઉપર ચઢી રહ્યું છે પરંતુ હજી પણ શાળા અને કોલેજો શરૂ થવાને લઈને કોઈ ચોક્કસ નિર્ણય કરવામાં આવ્યો નથી.


પરંતુ આજે શાળા અને કોલેજો શરૂ કરવા માટે ઉપેન્દ્ર ચુડાસમા નિવેદન આપ્યું હતું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાતના શિક્ષણ મંત્રી છે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે.

તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં શાળા અને કોલેજો ફરીથી શરૂ કરવા માટે અગાઉની બેઠકમાં ચર્ચા થઇ હતી જેમાં તબક્કાવાર શૈક્ષણિક સંસ્થાની ખોલવાનો નિર્ણય લેવાશે અને તેના પર ભાર મુકવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 80 જેટલા નવા કેસ નોંધાયા છે, તો 2 લોકોના સંક્રમણના કારણે મોત પણ નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજેપણ સાજા થનારનો આંકડો વધ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 10,064 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં કુલ ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 228 જેટલા દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 8,10,989 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 10 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 2644 પર પહોંચ્યો છે. આમ દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.

આજ સુધીમાં 2,62,11,578 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 2,48,796 લોકોને વેક્સિન આપવામાં આવી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer