અનુપમાં માં થશે હાઈ વોલ્ટેજ ડ્રામાં.. કાવ્યા ને સબક શીખવાડવા અનુમપા અજમાવશે આ યુક્તિ…

અનુપમા ટેલિવિઝન પર પ્રસારિત થઈ ત્યારથી જ પ્રેક્ષકોને ખૂબ જ પ્રેમ આપી રહી છે. ટીવી પર પ્રસારિત થયા પછી આ શો ખૂબ જલ્દી નંબર 1 પોઝિશન પર ગયો હતો અને ત્યારબાદ શોએ સતત ટીઆરપી યાદીમાં નંબર 1 પર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

જ્યારે પણ આ શો ટીઆરપીની સૂચિમાં આવે છે ત્યારે તરત જ શોના નિર્માતાઓ કંઈક એવું કરે છે જે પ્રેક્ષકોને ખૂબ પસંદ આવે છે. અનુપમા છેલ્લા બે અઠવાડિયાથી ટીઆરપીની સૂચિમાં બીજા સ્થાને હતી, જેનાથી નિર્માતાઓ થોડી નર્વસ થઈ ગયા હતા.

પરંતુ હવે ફરી એક વખત આ શો નંબર 1 બની ગયો છે. ટીવી સીરીયલ અનુપમાં લાખો દિલ પર રાજ કરી રહ્યું છે ટીઆરપી ની રેસ માં હંમેશા આગળ રહેતું સીરીયલ અનુપમા હવે ઘણી ઊથલપાથલ બચાવવાનું છે.

કાવ્યા હવે કાળા વાદળૉની જેમ શાહ પરિવાર ઉપર પોતાની ઈર્ષ્યા નો વરસાદ વરસાવવાની છે. કાવ્યાએ શાહ પરિવાર ના ટુકડા કરવા માટે નવી રમત રમી છે. જેની સૌથી વધુ અસર અનુપમાં ઉપર થવાની છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કાવ્યા એ અનુપમાં અને કિંજલ ના સંબંધમાં ભંગાણ પાડવાની છે જેથી કિંજલ દવે અનુભવમાં ના વિરોધ માં જશે. અનુપમા અને કિંજલ ના સંબંધોમાં આવી રહેલી આ તકરારને કારણે શાહ પરિવાર ઉપર ખરાબ અસર થશે.

અનુપમાના આગલા એપિસોડમાં ઘણા ઉતાર-ચઢાંવ આવવાના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાવ્યા હવે કિંજલને પોતાનો નવો શિકાર બનાવશે, જેના કારણે કિંજલ પણ અનુપમાની વિરુદ્ધ જશે. હકીકતમાં, અનુપમા કામ પર જતા પહેલા આખું ભોજન તૈયાર કરે છે,

પરંતુ તે કિંજલને રોટલી બનાવવા કહે છે. આખો દિવસ ઓફિસના કામને કારણે કંટાળી ગયેલી કિંજલને રસોડામાં રોટલી બનાવવી પડે છે. આ જોઈને કાવ્યા ચાલવા માંડે છે અને કિંજલને કહે છે કે અનુપમાના કામને કારણે હવે ઘરની બધી જવાબદારી તેના પર આવી ગઈ છે.

રાત્રિભોજન દરમિયાન, જ્યારે અનુપમા કિંજલને તેની સવારની રોટલીઓ માટે પૂછે છે, ત્યારે તે અનુપમાને વિરુદ્ધ જવાબ આપે છે, જેના કારણે બા અને બાબુજી રાત્રિભોજનનું ટેબલ છોડી દે છે.

કિંજલની વર્તણૂકમાં આ ફેરફારને જોઈને અનુપમા સમજી ગઈ કે કાવ્યા શાહ પરિવારને એક બીજાની વિરુદ્ધ ભંગ કરવા માંગે છે. જે બાદ તે કિંજલને મનાવવાનો પ્રયાસ કરે છે. હવે હવે પછીના એપિસોડમાં જોવાનું એ છે કે કાવ્યા શાહ પરિવારને તોડી શકશે કે નહીં.

Leave a reply:

Your email address will not be published.

Site Footer