અરિજીત તનેજા ખુબ જ ખુશ છે કેમ કે તેને સરિતી જા અને સબિર જેવા સાથીઓ મળ્યા છે; પોતાની પોસ્ટના કેપશન માં લખ્યું કઈક આવું

કુમકુમ ભાગ્યના એક્ટર અરિજીત તનેજાને એ વાતનો આનંદ છે કે તેને પોતાના સહકર્મીઓ તરીકે સરીતી જા, અને સબીર મળ્યા છે. તેને ઘણો આનંદ છે કે તેની આસપાસ તેનો પરિવાર અને તેના પરિવારથી પણ વધે તેવા સહકર્મીઓ છે.

તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર કેટલાક ફોટા શેર કર્યા હતા આ ફોટાઓ એ સમયના છે કે જ્યારે તે સબીર, કાંચી અને તેના બે પુત્રો ઇવાર અને અઝાઈ સાથે બહાર ગયો હતો. આ ફોટોઝમાં તે આ બધા લોકો સાથે ખૂબ મસ્તી કરી રહ્યો છે અને તેમની સાથે વિતાવેલા સમયની મજા માણી રહ્યો છે.

View this post on Instagram

A post shared by Arjit Taneja (@arjitaneja)

આ ફોટોઝ મે મહિનાના છે જ્યાં તેઓ કેમ્પિંગ કરવા માટે પણ ગયા હતા. હજી તે પોસ્ટમાં નીચે લખ્યું હતું કે 2021 ના વર્ષ દરમ્યાન ઘણું બધું થયું છે અને ઘણું બધું તેની આસપાસ હજી થઈ રહ્યું છે પરંતુ તે બધા આ સમયમાં ખૂબ આનંદ કર્યો અને તે આ બધાને ખૂબ જ ચાહે છે.

જ્યારે કાચી કોલે તેના આ કેપ્શનમાં રીપ્લાય કર્યો હતો કે આ યાદો આપણી માટે લાઇફ ટાઇમ સુધી બની રહેશે. કુમકુમ ભાગ્ય એ ઝી ટીવી પરની સૌથી લોકપ્રિય સિરિયલ છે. તેનો પ્રીમિયર 15 એપ્રિલ 2014 ના રોજ ઝી ટીવી પર પહેલી વાર થયો હતો.

View this post on Instagram

A post shared by Arjit Taneja (@arjitaneja)

આ શો દરેક ભારતીય પરિવારને પસંદ છે અને ભારતના દરેક ઘરમાં જોવામાં આવે છે. આ શો ખૂબ ઓછા સમયમાં ખૂબ જ પ્રખ્યાત થઈ ગયો છે અને 2015 માં સર્વોચ્ચ ટીઆરપી સાથેનો સર્વોચ્ચ જોવાયેલ શો બન્યો. કુમકુમ ભાગ્યમાં ઘણા સ્ટાર્સ કાસ્ટ થયા છે.

અભિનેતા અરિજિત તનેજા 2016 સુધી ‘કુમકુમ ભાગ્ય’ સાથે સંકળાયેલા હતા. તે પુરબની ભૂમિકામાં જોવા મળ્યો હતો. તે ઘણા ફેમસ શોમાં દેખાયો છે. અરિજિત ‘બડે અચ્છે લગતે હૈ’ થી ‘પ્યાર તુને ક્યા કિયા’ જેવા લોકપ્રિય શોમાં જોવા મળ્યો છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer