દેશના પ્રથમ ચીફ ડિફેન્સ બીપીન રાવત અને તેમની પત્ની સહીત 14 અધિકારીઓને લઇ જતું હેલિકોપ્ટર ક્રેશ, 4 ના મોત…..

તમિલનાડુના નીલગીરી જિલ્લામાં કુન્નુર ખાતે વરિષ્ઠ આર્મી અધિકારીઓને લઈ જતું આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. અહેવાલો અનુસાર ઈમરજન્સી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય ચાલુ છે.

તેમજ હેલિકોપ્ટરમાં સવાર બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. CDS બિપિન રાવત, તેમનો સ્ટાફ અને પરિવારના કેટલાક સભ્યો એમઆઈ-સિરીઝના ચોપરમાં સવાર હતા જે તમિલનાડુના કોઈમ્બતુર અને સુલુર વચ્ચે ક્રેશ થયું હતું.


હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા, જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની, સુરક્ષા કમાન્ડો અને એરફોર્સના પાઇલટ્સનો સમાવેશ થાય છે.

સ્થાનિક સૈન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તેમને કહેવામાં આવ્યું છે કે સ્થાનિક લોકો 80 ટકા દાઝી ગયેલા બે મૃતદેહોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા છે.” દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાં કેટલાક મૃતદેહો નીચે પડેલા પણ જોવા મળ્યા હતા. મૃતદેહોને બહાર કાઢવા અને ઓળખ ચકાસવાના પ્રયાસો ચાલુ છે.

દરમિયાન, ભારતીય વાયુસેનાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, CDS જનરલ બિપિન રાવતને લઈ જતું IAF Mi-17V5 હેલિકોપ્ટર આજે તામિલનાડુના કુન્નુર પાસે અકસ્માતનો ભોગ બન્યું હતું. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer