નવગ્રહોમાં છઠ્ઠો ગ્રહ છે શુક્ર, શુક્રને વૃષભ અને તુલા રાશિનો સ્વામી માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને પતિ-પત્ની, પ્રેમ સંબંધ,ઐશ્વર્ય, આનંદ અને શારીરિક આકર્ષણનો કારક માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં તે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. 21 નવેમ્બર ગુરૂવારે શુક્ર ધનુ રાશિમાં સંચાર કરશે. વૃશ્ચિક રાશિમાંથી નિકળીને ધનુરાશિમાં ગોચર કરશે અને 15 ડિસેમ્બર સુધી આ રાશિમાં રહેશે. તમારા પર આ ગોચર કેવો પ્રભાવ પાડશે જાણીએ વિગતે.
મેષ રાશિ : શુક્ર તમારી રાશિમાં નવમાં ભાવમાં ગોચર કરી રહ્યો છે. આનો પ્રભાવ તમારા વૈવાહિક જીવન અને કાર્યક્ષેત્ર પર પડશે. આ દરમિયાન યાત્રાના યોગ છે.
વૃષભ રાશિ : શુક્ર તમારી રાશિમાં આઠમાં ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમને ભૌતિક સુખ પ્રાપ્તિની લાલચ થશે. વેપાર ધંધામાં પ્રગતિ કરી શકશો. મોસાળ પક્ષથી સારા સમાચાર પ્રાપ્ત થાય.
કન્યા રાશિ : શુક્ર તમારી રાશિમાં સાતમાં ભાવમાં ગોચર કરી રહ્યો છે આ દરમિયાન કોઈ વાદ-વિવાદમાં ન પડશો. જમીન જાયદાદના મામલે કામ થશે. જે કામની શરૂઆત કરવાનું વિચારી રહ્યા છો તે પૂર્ણ કરી શકશો.
કર્ક રાશિ : શુક્ર તમારી રાશિમાં છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ દરમિયાન કોઈ પગલા ભરતા પહેલા વિચારજો. જીવનસાથી સાથે મતભેદ થાય.
સિંહ રાશિ : શુક્ર તમારી રાશિમાં પાંચમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આની સીધી અસર આર્થિક જીવન પર પડશે. વેપાર ધંધામાં ફાયદો થશે.
મિથુન રાશિ : શુક્ર તમારી રાશિમાં ચોથા સ્થાને ગોચર કરશે આ દરમિયાન નવી નવી ખુશીઓ મળશે, ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. ભાગ્યનો પૂરો સાથ મળશે.
તુલા રાશિ : શુક્ર તમારી રાશિમાં ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ ગોચર તમારા માટે ફાયદો લઈને આવશે. કાર્યક્ષેત્રમાં પ્રાપ્ત કરી શકશો. ધર્મ આધ્યાત્મિક ક્ષેત્રે રસ વધશે.
વૃશ્ચિક રાશિ : શુક્ર તમારી રાશિમાં બીજા ભાવમાં ગોચર કરશે. ગોચરનો પ્રભાવ પારિવારિક રીતે વિશેષ ફળની પ્રાપ્તિ કરી શકશો.
ધનુ રાશિ : શુક્ર તમારી રાશિમાં પ્રથમ સ્થાને ગોચર કરી રહ્યો છે. આ દરમિયાન તબીયતની ખાસ કાળજી રાખવી. મનપસંદ સ્થળે ફરી શકશો.
મકર રાશિ : શુક્ર તમારી રાશિમાં 12માં ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ દરમિયાન વિદેશ યોગ છે. ખોટા ખર્ચાઓથી બચશો. સામાજીક નેતૃત્વ કરી શકશો.
કુંભ રાશિ : શુક્ર તમારી રાશિમાં 11માં ભાવમાં ગોચર કરશે આ દરમિયાન આકસ્મિક ધનલાભ પ્રાપ્ત થશે.
મીન રાશિ : શુક્ર તમારી રાશિમાં 10માં ભાવમાં ગોચર કરશે આર્થિક લાભ પ્રાપ્ત થશે. વાહન ખરીદી કરી શકશો. પૈતૃક સંપત્તિમાં લાભ મળશે.