મ્યુકોરમાઈકોસિસ (બ્લેક ફંગસ, કાળી ફૂગ) એક ખુબ જ દુર્લભ સંક્રમણ છે. આ મ્યુકોર ફંગસના કારણે થાય છે. સામાન્ય રીતે માટી, છોડ, ખાતર, સડેલા ફળ અને શાકભાજીમાં તે ઉછરે છે.
નીતિ આયોગના સભ્ય વી કે પોલના જણાવ્યાં મુજબ હવે કોવિડ-19ના દર્દીઓમાં ફંગસ ઈન્ફેક્શનની ફરિયાદો જોવા મળી રહી છે. આ ફંગસ ઈન્ફેક્શનને બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઈકોસિસ કહે છે. આ ફંગસ મોટાભાગે ભીની સરફેસ પર જ હોય છે.
મ્યુકોરમાઈકોસિસની જેમ જ યલ્લો ફંગસ એટલે કે એસ્પરજીરસ નામક ફૂગ પણ એટલી જ ઘાતકી છે. આ ફંગસ શુષ્ક વાતાવરણમાં ફેલાવાનો ભય વધારે રહેલી છે. એમાંયે ખાસ કરીને વાવાઝોડાની બાદ એકાએક એસ્પરજીલસ ના કેસ સામે આવ્યા છે.
ICMR ના જણાવ્યાં મુજબ મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસની ઓળખ આ લક્ષણો દ્વારા થઈ શકે છે. જેમાં નાક બંધ થઈ જવું, નાક કે આંખની આજુબાજુ દુખાવો કે લાલ થઈ જવું, તાવ, માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ ચડવો, લોહીની ઉલટીઓ, માનસિક રીતે અસ્થિર થઈ જવું, અને કન્ફ્યુઝનની સ્થિતિ સામેલ છે.
મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસના સૌથી વધુ કેસ ગુજરાતમાં સામે આવ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, તેલંગણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને હરિયાણામાં પણ તે પહોંચી ગયો છે.જ્યારે હવે યેલો ફગસ એ માથાનો દુખાવો બની ગઈ છે.
ફંગસનો શિકાર થતા 20 ટકા દર્દીઓ એસ્પરજીરસના ઝપટમાં આવ્યા હોવાનું તબીબોનો મત છે. ત્યારે દિવસે ને દિવસે વધતા કેસની સાથોસાથ મ્યુકોરમાઈકોસિસના 6 વેરિઅન્ટ અને 200થી પણ વધુ કલર શેડ હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિક તબીબોનો મત છે કે, 20 ટકા કેસ એટલે કે મ્યુકોરમાઈકોસિસની તપાસ કરતાં 10 દર્દીઓ પૈકી 02 દર્દી એસ્પરજીરસનો શિકાર થઈ રહ્યા છે.