કોરોનાની બીજી લહેરમાં તમારા લાડકવાયા ને સાચવજો.. જોવા મળે આ લક્ષણ તો તરત ટેસ્ટ કરાવજો

દેશમાં કોવિડના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોવિડ મહામારીએ ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોવિડની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. કોવિડની બીજી લહેરમાં બાળકો પણ સંક્રમિત થયા છે. તબીબોના કહેવા મુજબ ગત વર્ષની તુલનામાં આ વખતે 4 મહિનાથી ઓછી ઉંમરના નાજુક બાળકો પણ ઝપેટમાં આવી રહ્યા છે.

બાળકોમાં કોવિડના આ લક્ષણો પર રાખો નજર :- નિષ્ણાત ડોક્ટરોના દાવા મુજબ બાળકોમાં કોવિડના મામલા ઓછા છે અને વયસ્કોની તુલનામાં જલદી ઠીક થઈ જાય છે. બીજી લહેરમાં બાળકોમાં લક્ષણોમાં કેટલાક બદલાવ થયા છે. પહેલા માત્ર તાવ કે થાક જ કોવિડના લક્ષણ માનવામાં આવતા હતા પરંતુ હવે તેમ નથી, બીજા કેટલાક લક્ષણો પણ જોવા મળી રહ્યા છે.

પેટમાં દુખાવો :- કોરોનાની બીજી લહેરમાં પેટમાં ગડબડ એટલે કે ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલના લક્ષણ જોવા મળી રહ્યા છે. બાળકો પર પર વધારે પ્રભાવ જોવા મળી રહ્યો છે. પેટમાં અસામાન્ય દુખાવો, સોજો, પેટ ભારે લાગવું જેવા લક્ષણોથી બાળકો પીડાતા હોય છે. કેટલાક બાળકો ઓછી ભૂખની ફરિયાદ ચોક્કસ પણ કરી શકે છે.

ઉલટી ઉબ્કા :- ઉલ્ટી ઉબ્કા પણ બાળકોમાં કોવિડ લક્ષણ હોવાનું સૂચવે છે. કોવિડ વાયરસથી પેટમાં દુખાવો અને આંતરડામાં સોજો પણ આવી શકે છે. જો તમારા બાળકમાં આવા કોઈ લક્ષણ જોવા મળે તો તપાસ કરાવો.

તાવ :- કોવિડ થવા પર બાળકોમાં તાવનું તાપમાન 102 ડિગ્રી ફેરનહિટ જેટલું થઈ જાય છે. કોવિડથી તાવમાં ઠંડી, દર્દ અને નબળાઈનો અનુભવ થાય છે. મોટાભાગના મામલામાં તાવ 2-3 દિવસ બાદ ઉતરી જાય છે. જો આ લક્ષણ 5 દિવસ સુધી જોવા મળે તો ચોક્કસ પણે સતર્ક થઈ જાવ.

સતત શરદી અને ખાંસી :- સતત શરદી અને ખાંસી પણ બાળકોમાં કોવિડ સંક્રમણનું લક્ષણ હોઈ શકે છે. જો શરદી કે ખાંસીથી ઠીક થવામાં વધારે સમય લાગતો હોય અને ગળામાં ખારાશ હોય તો કોવિડનો સંક્ત હોઈ શકે છે.

થાક :- બાળકોમાં થાક અને સુસ્તી સંક્રમણનો સંકેત હોઈ શકે છે. જો તમારું બાળક પણ આવી ફરિયાદ કરે તો એલર્ટ થઈ જાવ.

ત્વચા પર ચાઠા :- કોવિડ કાળમાં બાળકોની પગની આંગળીમાં ચાઠા જોવા મળ્યા છે. જે બળકોમાં સંક્રમણનું સૌથી સામાન્ય લક્ષણ છે. જો તમારા બાળકમાં આવા લક્ષણ હોય તો કોવિડનો સંકેત માનીને તાત્કાલિક રિપોર્ટ કરાવવો જોઈએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer