ફરી આ શહેરની હોસ્પિટલમાં લાગી આગ.. 70 દર્દીઓ લઈ રહ્યા હતા સારવાર

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કોમ્પલેક્ષ, બિલ્ડીંગો હોસ્પિટલ અને જાહેર જગ્યાઓના ફાયર સેફટી ના નિયમો સામે આંગળી ઉઠી રહી છે. સરકાર અને તંત્રની બેદરકારીને કારણે કેટલાક લોકો પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે.

જ્યારે જ્યારે આવી ગઈ ઘટના સામે આવે છે ત્યારે તંત્રની બેદરકારી સામે આવે છે અને દર વખતે પ્રજાને આશ્વાસન આપવામાં આવે છે કે હવે નિયમો વધુ કડક બનાવવામાં આવશે પરંતુ દર વખતે ની જેમ પ્રજાને નિરાશા જ હાથમાં લાગે છે.

ભાવનગર સ્થિત સમર્પણ કોવિડ હોસ્પિલમાં કોરોના ની સારવાર લઈ રહેલા દર્દીઓ વેન્ટિલેટર ઉપર હતા. પરંતુ અચાનક જ વેન્ટિલેટર માં આગ લાગતાં આ આગ સમગ્ર ત્રીજા માળ માં પ્રસરી ગઈ હતી.જેથી દર્દીઓ પોતપોતાનો જીવ બચાવવા માટે અફડાતફડી કરવા લાગ્યા. અહી 70 દર્દીઓ સારવાર હેઠળ હતા.

ઘટનાની ગંભીરતા અને અફરા તફરી નો માહોલ થતા ભાવનગર મનપા કમિશનર એમ એ ગાંધી,જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોર, એ એસ પી સફાઇન હસન અને ધારાસભ્ય જીતુ વાઘાણી સહિતના આગેવાનો દોડી આવ્યા હતા અને તાકીદે દર્દીઓ ને અન્યત્ર ફેરવવાની તજવીજ હાથ ધરી હતી.

જોકે આ વખતે કોઈ વ્યક્તિનો જીવ ગયો નથી. પરંતુ આગ લાગતાં ફરીથી એક વખત હોસ્પિટલોમાં ફાયર સેફટી પર પ્રશ્નો ઉભા થયા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer