ડોક્ટર ભગવાનનું રૂપ હોય છે. જ્યારે ડોક્ટરો પોતે દર્દીને રોગ માંથી બચાવે ત્યારે લોકો તેને ભગવાન રૂપે પૂજા કરતા હોય છે તેનો આભાર વ્યક્ત કરતા હોય છે , પરંતુ આવા ડોકટરોની બેદરકારીને કારણે લોકોનો જીવ પણ થતો હોય છે.
ત્યારે સમાજમાં આવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણા ડોક્ટરો ઉચી ફી માટે દર્દીઓને હેરાન કરતા હોય છે અને ઘણાં ઉપર ફક્ત લોકોનો જીવ બચાવવા નહીં પરંતુ પૈસા માટે જ કામ કરતા હોય છે.
આવી જ ઘટના અમદાવાદ ચાંદખેડા વિસ્તારમાં બની હતી. એટલું તેને સામાન્ય બીમારી થતાં તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ થયો હતો. દાખલ થતાની સાથે જ તેની સારવાર વિવિધ ડોક્ટરની ટીમ દ્વારા શરૂ કરવામાં આવી હતી. અંદાજે ૧૦ દિવસ ચાલેલી આ સારવારમાં તેમની પાસેથી રોજ કંઈક ને કંઈક બહાનાં કરી અને ફી ઉઘરાવવામાં આવતી હતી.
આમ છતાં તેમનું ક્રિએટીનાઇન લેવલ વધતું જતું હતું. જેથી પરિવારને આ ડોક્ટરોની જુલમ ખબર પડી ગઈ. તેઓએ જેમ તેમ કરીને રજા લઈને આ દવાખાનામાંથી બીજા દવાખાનામાં ગયા. જ્યાં તેમને કહેવામાં આવ્યું કે આગળના ડોક્ટરોએ કરેલી સારવારને લીધે તેમની બંને કિડની ફેલ થઈ ગઈ છે.
ત્યારબાદ આ વ્યક્તિએ પોતાના પિતાની કિડની લઈને પોતાનો જીવ બચાવ્યો હતો. તેણે ડોક્ટરોની ટીમ હોસ્પિટલ સામે કેસ કરતા કોર્ટે છ વર્ષે ચુકાદો આપી અને તેમને ૮ લાખના વળતરની માંગ કરી હતી . ત્યારબાદ તેને ૮ લાખનું વળતર આપવામાં આવ્યું હતું. પરંતુ તેની બીમારી નો ખર્ચો જ ૧૫ લાખ રૂપિયા આવી ગયો હતો.
આ વ્યક્તિનું નામ ઉમેશભાઈ છે અને તેને ટ્રાવેલ્સ નો નાનો બિઝનેસ હતો આ ઉપરાંત એ સાઈડમાં શિક્ષક તરીકે પણ કામ કરતા હતા.આ મધ્યમ વર્ગીય પરિવાર તમામ સારવાર પોતાની મિલકત વેચી ને કરાવી હતી.
તેઓની ઈચ્છા હતી કે આ હોસ્પિટલના બંધ કરવામાં આવે છે જેથી અન્ય કોઈ લોકોને તેમની ઉપર વીતેલી મુશ્કેલીનો સામનો ન કરવો પડે