જાણો ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી નું મૃત્યુ ક્યાં, ક્યારે અને કઈ રીતે થયું હતું 

પુરાણો અનુસાર એક દિવસ કાળનો દૂત એક મોટા સંતનું સ્વરૂપ ધારણ કરીને આયોધ્યામાં શ્રી રામ ને મળવા માટે તે સંતે શ્રી રામ સાથે એકલામાં ચર્ચા કરવા માટે અનુરોધ કર્યો. શ્રી રામ જાણતા હતા કે તે કાળનો દૂત છે તેમને એ કહેવા માટે આવ્યો છે કે તેમનો પૃથ્વી પરનો સમય પૂરો થયો છે

શ્રી રામ તે સંતને એક રૂમમાં લઈ ગયા અને પોતાના ભાઈને આજ્ઞા કરવામાં આવી કે તે કોઈ ને પણ વચ્ચે ન આવવા દે. અને જો કોઈ આવે તો મૃત્યુ દંડ આપવામાં આવશે. રામજીની આજ્ઞાથી લક્ષ્મણજી પોતે તે કમરાની પહેરેદારી કરવા લાગ્યા એટલા માં ઋષિ દુર્વાસા આવ્યા અને તેમણે શ્રી રામજી સાથે મળવાની જીદ કરી.

લક્ષ્મણજીએ તેમને મનાવવા માટેના ખૂબ જ પ્રયત્નો કર્યા પરંતુ તે ન માન્યા. તેમણે કહ્યું કે જો તે શ્રીરામ સાથે નહી મળવા દે તો તે શ્રી રામને શ્રાપ આપી દેશે અને પોતાના ક્રોધથી વિખ્યાત ઋષિ દુર્વાશાની આ ચેતવણી સાંભળીને લક્ષ્મણજી ધર્મ શંકટમાં પડી ગયા કારણ કે તેઓ નહોતા ઈચ્છતા કે તેમના ભાઈને શ્રાપ મળે.

એટલા માટે પોતાના ભાઈને ઋષિ દુર્વાશાના શ્રાપથી બચાવવા મે તેઓ તે કક્ષમાં પ્રવેશ કરી ગયા અને પોતાના ભાઈને આવી રીતે ચર્ચામાં ખલેલ પહોંચાડવાના કારણે શ્રી રામજી પણ ખૂબ જ ધર્મ સંકટમાં પડી ગયા તેઓ પોતાની વાત ને ટાળી નહોતા શકતા એટલા માટે લક્ષ્મણજીને મૃત્યુદંડ આપવાને બદલે તેમણે લક્ષ્મણજીને દેશ નિકાલ આપી દેધો.

લક્ષ્મણજી માટે તો આ  દેશ નિકાલ મૃત્યુદંડ કરતા પણ વધુ કઠણ હતો તેથી તે પોતાના ભાઈ શ્રી રામ વગર એક ક્ષણ પણ જીવીત નહોતા રહેવા માંગતા એટલા માટે તેમણે સરયૂ નદીમાં સમાધી લઈ લીધી અને પોતાના પ્રાણ ત્યાગી દીધા.

આવી રીતે શેષનાગના અવતાર લક્ષ્મણજી નો અંત થયો. તેમણે શેષ નાગનો અવતાર લીધો અને તેઓ વિષ્ણુ લોક ચાલ્યા ગયા. જેવી રીતે લક્ષ્મણજી પોતાના ભાઈ વગર નહોતા રહી શકતા તેવી જ રીતે શ્રી રામજી પણ પોતાના ભાઈ લક્ષ્મણજી વગર નહોતા રહી શકતા.

તેથી કેટલાક દિવસ પછી તેમણે પણ સંસારનો ત્યાગ કરવાનો નિર્ણય લઈ લીધો આવી રીતે શ્રી રામ પોતાનો રાજપાઠ છોડીને પોતાના પૂત્રો સાથે સરયૂ નદીમાં જઈને સમાધી લઈ લીધી આવી રીતે શ્રી રામજી એ પોતાના માનવીય રૂપ છોડીને ભગવાન વિષ્ણુના રૂપમાં પોતાના ઘરે વિષ્ણુલોક તરફ પ્રસ્થાન કરી ગયા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer