ભગવાન શ્રી કૃષ્ણએ ૧૬૧૦૮ કન્યાઓ સાથે લગ્ન કર્યા હતા એ વાત તો બધા જાણે છે, પરંતુ શું તમે જાણો છો તેની પાછળનું સાચું કારણ?

સાંભળીને પણ વિશ્વાસ ના થાય એવી વાત કે કોઈને ૧૬૧૦૮ પત્નીઓ હોય શકે, પરંતુ આ વાત એકદમ સાચી છે અને બિલકુલ અવિશ્વસનીય છે ભગવાન શ્રી કૃષ્ણ ની ૧૬૧૦૮ પત્નીઓ હતી.

આ વાત તો આપને સૌ જાણીએ જ છીએ કે પ્રાચીન કાળ માં રાજા મહારાજા એક થી વધુ લગ્ન કરતા હતા. એક થી વધુ લગ્ન કરવા એ સમયમાં કોઈ નવી વાત ના હતી. તેમ છતાં ૧૬૧૦૮ પત્નીઓ એવું થોડું અજીબ લાગે

આ વાત તો દરેક લોકો જાણે છે ભગવાન શ્રી કૃષ્ણ ને આટલી પત્નીઓ હતી પરંતુ એ વાત કદાચ કોઈ નહિ જંતુ હોય કે તેણે કઈ કઈ હાલત માં આટલા લગ્ન કાર્ય હતા. વાસ્તવમાં ભગવાન શ્રી કૃષ્ણ ની ૧૬૧૦૦ રાણી હતી અને ૮ પટરાણી હતી.

ભગવાન શ્રી કૃષ્ણની આઠ પત્નીઓ : ભગવાન શ્રી કૃષ્ણની ૮ પટરાણીઓ જેના નામ રુક્મણી, સત્યભામા, જામ્બવતી, કાલિન્દી, મિત્રવિદા, નાગ્નાજીતિ, ભદ્રા અને લક્ષ્મણા હતી. કેવીરીતે અને શા માટે કર્યા ભગવાન શ્રી કૃષ્ણએ ૧૬૧૦૦ કન્યાઓ સાથે લગ્ન :

માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ જે ૧૬૧૦૦ મહિલાઓ સાથે લગ્ન કરેલા એ નરકાસુર દ્વારા કેદ કરેલી કન્યાઓ હતી. તેણે ૧૬૦૦૦ દેશ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. જેમાં આખા બ્રહ્માંડનો સમાવેશ થતો હતો.

ભોમાસરે જે દેશ પર વિજય પ્રાપ્ત કર્યો હતો તેણે ત્યાના રજાઓ અને ત્યાની સુંદર કન્યાઓ નું હરણ કરી લીધું હતું. અને તેમણે એક પહાડી પર કેદ કરીને રાખી હતી. અને નરકાસુરે ચારે તરફ પોતાનો આતંક ફેલાવી રાખ્યો હતો.

તેનાથી પરેશાન થઇ ઇન્દ્ર દેવ ભગવાન કૃષ્ણ પાસે ગયા અને તેને વિનંતી કરી હતી કે આ રાક્ષસ ની ક્રુરતાથી લોકોને છુટકારો અપાવે. અને તેથી ભગવાન કૃષ્ણ પોતાની પત્ની સત્યભામા ને રથ માં બેસાડી યુધ્દ્ધ માટે રવાના થયા.

અને તેણે નરકાસુરનો વધ કરી દરેક લોકોને તેની કેદ માંથી છોડાવ્યા. નરકાસુરની માં એ તેના દ્વારા ચોરાવેલી દરેક વસ્તુઓ શ્રી કૃષ્ણ ને પરત કરી. અને એ બધામાં એ ૧૬૧૦૦ કન્યાઓ પણ હતી

અને પહેલા ના સમય માં એવું હતું કે જો કોઈની કન્યાનું હરણ થયું હોય તો પછી તેને કોઈ અપનાવતું ના હતું. અને એ જ કારણ થી ભગવાન શ્રી કૃષ્ણ એ એ દરેક ને અપનાવી હતી. અને એમની સાથે લગ્ન કાર્ય હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer