આ મંદિરમાં માતા સીતાની પૂજા થાય છે ભગવાન રામ વિના જ, જાણો આ મંદિરનું મહત્વ 

રામચરિત માંસ અનુસાર ભગવાન રામ અને સીતા માતા ને બે પુત્ર લવ અને કુશ હતા જેના જન્મ વાલ્મીકી આશ્રમમાં થયો હતો. એ વાલ્મીકી આશ્રમ આજે કરીલા માતા મંદિરના નામથી ઓળખાય છે.

પ્રચલિત માન્યતાઓ અનુસાર ત્યાં જ લવ અને કુશ નો જન્મ થયો હતો. આ મંદિરમાં સીતાજી ની પૂજા કરવામાં આવે છે પરંતુ ભગવાન રામની પૂજા કરવામાં નથી આવતી. રંગ પંચમી પર લાગે છે અહી મેળો:

અહી પ્રચલિત માન્યતાઓ અનુસાર કહેવાય છે કે રંગ પંચમીના દિવસે જ લવ અને કુશ નો જન્મ થયો હતો. ત્યારથી જ રંગ પંચમી પર અહી ખુશીઓ મનાવામાં આવે છે.  એવું પણ માનવામાં આવે છે કે લવ કુશના જન્મ સમયે બધાઈ ગીત ગવાયા હતા.

અને સ્વર્ગ થી અપ્સરાઓ આવીને નૃત્ય પણ કર્યું હતું. આ અવસર પર બેડીય જાતી ની હઝારો નૃત્યાંગના ઓ એ પણ નૃત્ય કર્યું હતું. મંદિરમાં એ માન્યતા છે કે આ મંદિરમાં જે કઈ પણ મન્નત માંગવામાં આવે એ પૂરી થઇ જાય છે.

તેમજ શ્રદ્ધા પૂર્વક ભક્તો અહી રાઈ અને બધાઈ નૃત્ય કરાવે છે. તેના માટે બેડીયા જાતિની મહિલાઓ કરીલા મંદિરમાં નૃત્ય કરે છે. આ મંદિર માં જ માતા જાનકી ની સાથે વાલ્મીકી અને લવ કુશ ની પ્રતિમા પણ છે. આ કથા પણ ખુબજ પ્રચલિત છે :

આ જગ્યા વિશે સ્થાનિક લોકો ની વચ્ચે એક કથા જાનકી મંદિર વિશે પણ ૨૦૦ વર્ષ જૂની એક કથા આજે પણ ખુબજ પ્રચલિત છે. અહીના લોકો નું માનવું છે કે વિદિશા જેલ ના ગ્રામ દીપનાખેડા ના મહંત તપસી મહારાજ ને એક રાત સપનું આવ્યું

કે કરીલા ગ્રામ માં એક ટીલા પર સ્થિત આશ્રમ છે. જેમાં માતા જાનકી અને લવ કુશ થોડા સમય માટે રહ્યા હતા. આ વાલ્મીકી આશ્રમ વિરાણ પડ્યું હતું, તેને જાગૃત કરો.

બીજા દિવસે સવારે જ મહારાજે કરીલા પહાડી પર જોયું તો ત્યાં એક વિરાન આશ્રમ હતું. તેઓ ખુદ જ સાફ સફાઈ માં લાગી ગયા અને તેને જોઈ ઘણા લોકો તેની સફાઈ વ્યવસ્થા માં લાગી ગયા. જોત જોતામાં આશ્રમ સાફ થઇ ગયું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer