માતા પાર્વતીનુ કઠિન તપ જોઇને દેવતાઓ થી રહેવાયું નહિ, બધા દેવતાઓએ ભગવાન શિવને માતા પાર્વતીની મનોકામના પૂરી કરવા માટે પ્રાર્થના કરી, દેવતાઓની વિનંતી પર ભગવાન શિવે માતા પાર્વતીની પરીક્ષા લેવા માટે સપ્તર્ષિઓને પૃથ્વીલોક પર મોકલ્યા, પૃથ્વીલોક પર પહોંચીને સપ્તર્ષિઓએ ભગવાન શિવના અવગુણો કહ્યા પણ માતા પાર્વતી પોતાના સંકલ્પ પર અટલ રહ્યા અને તેમણે સપ્તર્ષિઓને કહ્યુ કે લાખ અવગુણો હશે છતા પણ હુ ભગવાન શિવ સાથે જ વિવાહ કરીશ, ત્યાર બાદ ભગવાને શિવે પોતે માતા પાર્વતીની પરીક્ષા લેવાનુ નક્કિ કર્યુ.
જ્યા માતા પાર્વતી તપ કરતા હતા ત્યા પાસેના એક તળાવમા એક મગરમચ્છે એક બાળકને પકડી લિધુ, જીવ બચાવવા માટે બાળક બૂમાબૂમ કરવા લાગ્યુ. માતા પાર્વતી એ બાળકની ચીસો સાંભળીને તે તળાવ પાસે પંહોચ્યા અને જોયુ કે મગરમચ્છ તે બાળકને તળાવની અંદર ખેંચી રહ્યો છે. માતા પાર્વતીએ મગરમચ્છને વિનંતી કરતા કહ્યુ કે હે મગરમચ્છ! એ બાળકને છોડી દે અને તેના બદલે હુ તને જે જોઇએ તે લાવી આપીશ. માતા પાર્વતીની વાત સાંભળિને મગરમચ્છ બોલ્યો હે દેવી! એક જ શર્ત પર હુ આ બાળકને છોડી શકુ, તમે તપ કરીને ભગવાન શિવ પાસે જે વરદાન માગો તેનુ ફળ મને આપો તો હુ આને તુરંત જ છોડી દઈશ. આ સાંભળીને પાર્વતીમાતાએ તરત હા પાડિ અને કહ્યુ કે હા, હુ મારા સંપૂર્ણ તપનું ફળ તને આપવા તૈયાર છુ, પણ આ બાળકને તુ છોડી દે.
મગરમચ્છે તેને સમજાવ્યુ કે “વિચારી લો દેવી, ક્યાક જોશ મા આવીને હજારો વર્ષની તપસ્યાનુ ફળ એક બાળકના પ્રાણ બચાવવામાં વ્યર્થનાં જતું રહે! ” માતા પાર્વતીએ પોતાના તપનો દાન કરવાનો સંકલ્પ કરી લિધો. તપનુ દાન થતા જ મગરમચ્છનો દેહ ચમકવા લાગ્યો એટલે મગરમચ્છ બોલ્યો કે હે દેવી! જુઓ તમારા તપના પ્રભાવથી હુ તેજસ્વી બની ગયો છુ તમે તમારુ જીવન ભરનું તપ એક અજાણ્યા બાળક પાછળ લુટાવી દિધુ, તમે ચાહો તો તમારી ભૂલ સુધારી શકો છો હુ તમને વધુ એક તક આપુ છુ. પણ પાર્વતી માતાએ જવાબ આપ્યો કે “મારો નિર્ણય અફર છે, હુ તમને મારા સંપૂર્ણ તપનુ ફળ અર્પણ કરુ છુ પણ આ બાળકને છોડી દો”
જોતજોતામાં તે બાળક અને મગરમચ્છ બન્ને અદ્રશ્ય થઇ ગયા, પાર્વતીજીએ વિચાર કર્યો કે મે તપનું દાન તો કરી દિધું હવે મારે પુનઃ તપ આરંભ કરવુ જોઇએ, હજુ આટલુ વિચાર કરતા હતા ત્યાજ ભગવાન શિવ પ્રગટ થયા અને બોલ્યા ” હે પાર્વતી! હવે શુ કામ તપ કરી રહી છો?” માતા પાર્વતીએ જવાબ આપ્યો કે પ્રભુ મે મારા તપનુ ફળ દાન કરી દિધુ છે, તમને પતિ સ્વરૂપે પામવા ના સંકલ્પ ને પુરો કરવ હુ ફરીથી તપ કરીશ, અને તપથી તમને પ્રસન્ન કરીશ . એટલે ભગવાન શિવ બોલ્યા કે પાર્વતી, મગરમચ્છ અને બાળક ના સ્વરૂપમાં હુ જ હતો, તારી પરીક્ષા લેવા માટે જ મે એ લીલા રચેલી, તે તારા તપનું ફળ મને જ અર્પણ કર્યુ છે તો હવે તારે તપ કરવાની કોઇ જરૂર નથી, પાવર્તી એ ભગવાન શિવને પ્રણામ કર્યા અને પ્રસન્ન મન સાથે વિદાય કર્યા.