૧. પંચ મહાભૂત : પૃથ્વી, પાણી, પવન, પ્રકાશ, આકાશ ; પાંચ જ્ઞાાનેન્દ્રિય :- આંખ, કાન, નાક, જીભ, ્ત્વચા, પાંચ કર્મેન્દ્રિય:- હાથ, પગ, ગુદા, લિંગ, વાણી, પાંચ તન્માત્રા : શબ્દ સ્પર્શ, રૂપ, રસ ગંધ; ચાર અંત:કરણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને આત્મા- આમ શરીર ૨૫ તત્ત્વોનું બનેલું છે.
૨. મળ, મૂત્ર, વાછૂર, વીર્ય, ભૂખ, તરસ, હાસ્ય, રૂદન, ઊંઘ, ઉધરસ, છીંક, બગાસુ- આ શરીરના ૧૩ આવેગો છે.
૩. આંખ -૨, નાક- ૨, કાન-૨, મુખ, લિંગ અને ગુદા- કુલ ૯ (નવ) દ્વારવાળી આ શરીરની નગરી છે.
૪. આધિ (માનસિક પીડા): વ્યાધિ (શારીરિક પીડા)ઉપાધિ (દૈવિક પીડા) આ શરીરનાં મુખ્ય ત્રણ દુ:ખો છે.
૫. સમગ્ર વિશ્વમાં સાડા સાત અબજની વસતિ છે પણ તમામે તમામના અંગૂઠાનું નિશાન એક સરખું કોઈની સાથે મળતું આવતું નથી.
૬. દિવસમાં શરીર ૨૧,૬૦૦ શ્વોસોશ્વોસાની પ્રક્રિયા કરે છે.
૭. શરીરમાં શ્વાસ લેવાની ક્રિયાને પૂરક, શ્વાસ રોકવાની ક્રિયાને કુંભક અને શ્વાસ છોડવાની યૌગિક પ્રક્રિયાને રેચક કહેવામાં આવે છે.
૮. શાસ્ત્રોમાં કામ (વાસના), ક્રોધ (ગુસ્સો) લોભ (લાલચ), મોહ, મદ( અહંકાર- અભિમાન) અને મત્સર (ઇર્ષ્યા- અદેખાઈ) આ છ ને શરીરના શત્રુ કહેવામાં આવ્યા છે. જેનો દરેકે ત્યાગ કરવાનો છે.
૯. સત્ય, અહિંસા, દયા, તપ, અચૌર્ય અને અપરિગ્રહને શાસ્ત્રોમાં આ માનવશરીરના પરમમિત્રો કહ્યા છે જેનું દરેકે આચરણ કરવાનું છે.
૧૦. શ્રીમદ્ ભગવદ્ગીતાની દૃષ્ટિએ સૃષ્ટિમાં સત્ત્વ, રજ અને તમ- આ ત્રણ ગુણથી એક પણ શરીર બાકાત રહેતું નથી.
૧૧. ઇડા, પિંગલા અને સુષુમ્ણા- આ શરીરની ત્રણ મુખ્ય નાડીઓ છે.
૧૨. આ શરીરની વાત, પિત્ત અને કફ- એમ ત્રણ પ્રકારની પ્રકૃતિ છે.
૧૩.શરીરના ચાર પુરુષાર્થ છે : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.
૧૪. જાગૃત, સ્વપ્ન, સુષુપ્ત અને તુરીય- એ શરીરની ૪ (ચાર) અવસ્થા છે.
૧૫. પરા,પશ્યન્તિ, મધ્યમા અને વૈખરી- ચાર પ્રકારની વાણી જીભથી બોલાય છે.
૧૬. આ શરીરની ચાર અવસ્થા છે. બાળક, યુવાન, પ્રૌઢ અને વૃદ્ધ.
૧૭. પંચકર્મથી આ શરીરની શુદ્ધિ થઈ શકે છે, જેમાં વમન, વિરેચન, બસ્તી, નસ્ય અને રક્તમોક્ષણનો સમાવેશ થાય છે.
૧૮. શરીરમાં ગુદા પાસે મૂલાધાર; લિંગ પાસે સ્વાધિષ્ઠાન, નાભિ પાસે મણિપુર, હૃદય પાસે અનાહત, કંઠ પાસે વિશુદ્ધિ અને લલાટે આજ્ઞાાચક્ર એમ છ ચક્રોનો ઉલ્લેખ કુંડલિની જાગૃત કરવા યોગશાસ્ત્રમાં છે.
૧૯. શરીર જીભ દ્વાર તીખો, તૂરો, ખાટો, ખારો, કડવો, ગળ્યો એમ છ પ્રકારના રસાસ્વાદનો અનુભવ કરી શકે છે.
૨૦. ચાવીને, ચાટીને, ચૂસીને અને ગળી જઈને- એમ ચાર પ્રકારનાં ભોજન મુખ દ્વારા આ શરીર કરી શકે છે.
૨૧.કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધીરજ, અને ક્ષમાની પ્રકૃતિ સ્વરૂપે દરેક શરીરમાં શ્રીકૃષ્ણભગવાન વ્યાપ્ત છે.
૨૨. જેમાં શરીરના આઠ અંગો સક્રિય થઈ પ્રણામ થાય છે તેને અષ્ટાંગ પ્રણામ કહે છે. જેમ કે : છાતી, માથું, દૃષ્ટિ, મન, વચન, હાથ, પગ અને ઢીંચણ.
૨૩. આ શરીર વિવિધ અંગો દ્વારા શૃંગાર, કરૂણ, હાસ્ય, રૌદ્ર, વીર, ભયાનક, બિભત્સ, અદ્દભુત, શાંત- એમ નવ રસનો અનુભવ કરી શકે છે.
૨૪. આ શરીરમાંથી જુદા જુદા અવયવો દ્વારા નીચે મુજબના મેલનો નિકાલ થાય છે : મળ, મૂત્ર, પરસેવો, ગૂંગાં, કફ, પરૂ, ચીપડા, કાનનો મેલ, જીભ પરની છારી, વગેરે.
૨૫. આત્માના કલ્યાણ માટે નવધા ભક્તિ (શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, વંદન, દાસત્ત્વ, સખા, યાદસેવન અને આત્મ નિવેદન) દ્વારા આ શરીર પરમાત્માની પ્રાપ્તિ કરવા- મોક્ષ મેળવવાનું શ્રેષ્ઠ સાધન છે.