ભીલવાડાના આનંદ ધામમાં પાટોત્સવ પ્રારંભ : ભીલવાડા, ૧૬ ડીસેમ્બર ભીલવાડા શહેરમાં રોડવેજ બસ સ્ટેન્ડની પાસે આવેલું આનંદ ધામ હવેલીમાં શ્રીનાથજી તેમજ દ્વારકાધીશ ભગવાનનો પાટોત્સવ મહામહોત્સવ રવિવારે પ્રારંભ થયો હવે દેશમાં ભીલવાડા પહેલું એવું શહેર હશે જ્યાં શ્રીનાથજીની સાથે દ્વારકાધીશ અને લાલાનજી વિરાજિત થશે તેને લઈને આનંદ ધામમાં ત્રણ દિવસનો પાટોત્સવનું આયોજન દ્વારકાધીશના મહંત વાગીશ કુમાર શાસ્ત્રીની દેખ-રેખમાં પ્રારંભ થયું.
મીયાચંદજી ની બાવડીની નજીક રાજેન્દ્ર બાહેતી અને સુમન બાહેતીની તરફથી બનાવેલ આનંદ ધામમાં રવિવારે પત્રકારોથી વાતચીત કરતા મહંત વગીશ કુમારએ કહ્યું ૧૭ ડીસેમ્બર બપોરે ૨:30 વાગ્યે પાટોત્સવ પછી ભવ્ય શોભાયાત્રાનું આયોજન રાખ્યું છે. જેમાં હાથી ઘોડાની સાથે શાહી સવારી પણ હશે શહેરના ૨૦ સંગઠનોની લગભગ ૧૨૦૦ મહિલાઓ પોતાના મંડળના કપડામાં શોભાયાત્રા માં સાથે જોડાશે. આ શોભાયાત્રામાં કાંકરોલી નરેશ તૃતીય ગૃહધીપતી ગોસ્વામી બ્રિજેશ કુમાર મહારાજ અને યુવરાજ વગીશ કુમારના સાનિધ્યમાં કાંકરોલીથી નજીકથી ૨૫૦ ભક્તગણ આવશે. શોભાયાત્રમાં ભગવાન શ્રીનાથજી અને દ્વારકાધીશની પાલકી પણ હશે. એજ દિવસે રાતે ૮ વાગ્યે જોધપુરના રાધાકૃષ્ણ મહારાજ દ્વારા ભજન સંધ્યાનું આયોજન રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે ભીલવાડા દેશનું પહેલું એવું શહેર હશે, જ્યાં શ્રીનાથજીની સાથે દ્વારકાધીશ પણ બિરાજમાન હશે.
તેમણે કહ્યું કે જે કોઈ ભક્ત શ્રીનાથજી આવશે તે ભીલવાડા પણ પહોચશે અહી તેને બનેના એક સાથે દર્શન થશે. તેમને કહ્યું કે શ્રીનાથજીની જેમ અહી પણ ૬ દર્શન થશે વહેલી સવારે મંગળ શૃંગાર અને રાજભોગ તથા સંધ્યાકાળે ઉત્થાપન, આરતી અને શયનના દર્શન થશે. તેમણે એ પણ કહ્યું કે શ્રેનાથજીની જેમ જ અહી શૃંગાર થશે.
મનોરથી રાજેન્દ્ર બાહેતીએ કહ્યું કે ૧૮ ડિસેમ્બરે તિલક આરતી પાટોત્સવ સવારે ૯ વાગ્યે, બપોરે 3 થી 6 છપ્પન ભોગના દર્શન થશે. આનંદ ધામમાં જ છપ્પન ભોગ તૈયાર કરવામાં આવે છે. ૧૯ ડીસેમ્બર સવારે ૧૧ થી મંગળા દર્શન, ૬:૩૦ વિવાહ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવાહની જેમ પૂરી આનંદ ધામ હવેલીને સજાવામાં આવશે જયારે ૨૦ ડીસેમ્બરે સવારે ૧૧ વાગ્યે નંદ મહોત્સવ મનાવામાં આવશે ત્યારે દૂધ અને દહીંથી પુરા મંદિરનું આયોજન કરવામાં આવ્યું છે. તે જ દિવસે સાંજે ૬ વાગ્યે જુલા દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. બહેતીએ શ્રદ્ધાળુઓને પણ બધા કાર્યક્રમોમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે. મહોત્સવમાં ૫૬ ભોગની થાળીઓ સજાવામાં આવશે. ૫૬ ભોગ તૈયાર કરવા માટે બરોડાથી ૧૦ કારીગર આવ્યા છે. ૧૮ ડીસેમ્બરે ૫૬ ભોગ લગાવામાં આવશે.