દરેક લોકો મહાભારતના પિતાભીષ્મ પિતા ને તો ઓળખે જ છે. મહાભારતમાં રાજા શાંતનુ ભીષ્મના પિતા હતાં. કથા પ્રમાણે રાજા શાંતનુને દેવ નદી ગંગા સાથે પ્રેમ થઈ ગયો હતો. રાજાએ ગંગા સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરી ત્યારે ગંગાએ શાંતનુની સાથે શરત રાખી હતી તેને પોતાની રીતે કામ કરવાની પૂરી સ્વતંત્રતા હોવી જોઈએ, જે દિવસે શાંતનુ તેમને કોઈ વાતે રોકી લેશે, તે દિવસે તે તેમને છોડીને ચાલી જશે. શાંતનુએ ગંગાની આ વાત માની લીધી અને લગ્ન કરી લીધા.
લગ્ન પછી ગંગા જ્યારે પણ કોઈ સંતાનને જન્મ આપતી, તે તરત જ નદીમાં વહાવી દેતી હતી. શાંતનુ તેને રોકી શકતો ન હતો, કારણ કે તે પોતાના વચનથી બંધાયેલો હતો અને તેને ગંગાને ખોઈ બેસવાનો ડર રહેતો હતો. જ્યારે સાતમા સંતાનને પણ ગંગા વહેડાવવા માટે આવી તો શાંતનુથી રહેવાયું નહિ અને તેને ગંગાને રોકીને પૂછ્યું કે તે પોતાના સંતાનોને આ રીતે નદીમાં શા માટે વહાવી દે છે?
ગંગાએ જવાબ આપ્યો કે આજે તમે પોતાના સંતાન માટે મારી શરતને તોડી નાખી. હવે આ સંતાન જ તમારી પાસે રહેશે. શાંતનુએ પોતાના સંતાનને બચાવી લીધો, પરંતુ તેને સારા શિક્ષા-સંસ્કાર માટે થોડા વર્ષો સુધી તેને ગંગાની સાથે જ છોડી દીધો. આ સંતાનનું નામ દેવવ્રત રાખવામાં આવ્યું.
થોડા વર્ષો પછી ગંગા તેને પાછી આપવા માટે આવી. ત્યાં સુધી દેવવ્રત એક મહાન યોદ્ધા અને ધર્મજ્ઞ બની ચૂક્યો હતો. પુત્ર માટે શાંતનુએ ગંગા જેવી દેવીનો ત્યાગ કર્યો, શાંતનુએ પુત્રના શિત્રા-સંસ્કાર માટે અનેક વર્ષો સુધી પોતાનાથી દૂર રાખ્યો. આ જ દેવવ્રતે શાંતનુના લગ્ન સત્યવતી સાથે કરાવવા માટે આજીવન કુંવારા રહેવાની ભીષણ પ્રતિજ્ઞા કરી હતી. ત્યારબાદ તેનું નામ ભીષ્મ પડ્યું. ભીષ્મએ જ છેલ્લે સુધી પોતાના પિતાના વંશનું રક્ષણ કર્યું.