દરેક વ્યક્તિ એવું ઇચ્છતો હોય છે કે તે પોતાના જીવનમાં ખૂબ વધુ માત્રામાં ધન કમાઈ શકે કે જેથી કરીને તે પોતાના અને પોતાના પરિવારનું જીવન ખૂબ સુખમય અને શાંતિમય બનાવી શકે. આજના સમયમાં મોટાભાગના લોકો કાયમી માટે એવું ઇચ્છતા હોય છે કે…
માતા લક્ષ્મીની કૃપા તેના ઉપર કાયમી માટે બની રહે કે જેથી કરીને તેના જીવનમાં ક્યારેય આર્થિક તંગી ન સર્જાય. પરંતુ આજે ઘણા લોકો ઘણી વખત ભૂલથી અમુક એવા કાર્યો કરી બેસતા હોય છે કે જેથી કરીને માતા લક્ષ્મી તે વ્યક્તિ થી રીસાઈ જાય છે.
અને તે વ્યક્તિના ઘર-પરિવારની સુખ-સમૃદ્ધિ દૂર થઈ જતી હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કયા છે એવા કામ કે જેને વ્યક્તિઓએ ક્યારેય ન કરવા જોઈએ. જેથી કરીને માતા લક્ષ્મી તેના ઉપર કાયમી માટે રહે પ્રસન.
મેલા કપડા પહેરવા માતા લક્ષ્મીને સાફ-સફાઈ ખૂબ જ વધુ પ્રિય છે અને આથી જ લોકો સવારે અને સાંજે સૂર્યોદય અને સૂર્યાસ્ત પહેલાં જ ઘરની સાફ-સફાઈ કરી લેતા હોય છે. પરંતુ ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે જે કાયમી માટે મેલા કપડા પહેરવાનું પસંદ કરતા હોય છે.
માતા લક્ષ્મીને આવું કાર્ય જરા પણ પસંદ આવતું નથી અને જે વ્યક્તિઓ કાયમી માટે મેલા કપડા પહેરવાનું પસંદ કરતા હોય છે. તેના ઉપર માતા લક્ષ્મીની કૃપા ક્યારેય બનતી નથી. દાંત સાફ રાખવા શરીરની સાફ સફાઈ ની સાથે સાથે દાંતની સાફ-સફાઈ પણ ખુબ જ જરૂરી માનવામાં આવે છે.
ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના મો ની અને દાંતની જરા પણ સાર સંભાળ રાખતા નથી. અને આવા વ્યક્તિઓ પાસે લક્ષ્મી માતા ક્યારેય ટકતા નથી. તમારા દાંતને હંમેશાને માટે સાફ રાખવા જોઈએ અને સવારમાં ઉઠ્યા બાદ તરત જ તમારા દાંતને યોગ્ય વસ્તુ વડે સાફ કરી લેવા જોઈએ.
વધુ ખાવા વાળા આ જાણીને તમને નવાઈ લાગશે પરંતુ જે વ્યક્તિઓ વારંવાર ખાધા ખાધ કર્યા કરે છે અને જે વ્યક્તિઓ વધુ માત્રા ની અંદર ભોજન લેતા હોય તેવા વ્યક્તિઓ ના ઘરમાં પણ ક્યારેય લક્ષ્મીજીનો વાસ થતો નથી.
ખરાબ વાણી ઉચ્ચારનાર જે વ્યક્તિઓ વારંવાર ગાળો બોલ્યા કરતો હોય અથવા તો ખરાબ વાણી બોલિયા કરતો હોય તેવા વ્યક્તિઓ ના ઘરમાં પણ ક્યારેય માતા લક્ષ્મી ટકતા નથી. ઘણા લોકો પોતાની વાણી દ્વારા બીજા લોકોને પહોંચાડતા હોય છે. આવા વ્યક્તિઓ ઉપર પણ માતા લક્ષ્મીની કૃપા બનતી નથી.