જાણો કઈ રીતે હોય છે બિગબોસમાં સ્ક્રિપ્ટીંગ, કંન્ટેસ્ટેન્ટ રૂબીના – અભિનવ એ જણાવી શો ની હકીકત

બિગ બોસ ટીવીની દુનિયાનો સૌથી મશહૂર અને વિવાદિત શો છે, આ શોને હોસ્ટ કરે છે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન. કેટલાક દિવસો પહેલા જ બિગ બોસની સિઝન 14 પૂરી થઈ છે. આ સીઝનને રૂબીના દિલેક એ જીતી હતી. તેના રનર અપ રહ્યા છે રાહુલ વૈધ. આ શોને લઈને ઘણીવાર લોકોના મનમાં સવાલો ઊઠતા હોય છે કે આ શો પહેલા થી સ્ક્રિપ્ટેડ છે કે. હવે આ જ સવાલોનો જવાબ આવી ગયો છે. તેનો જવાબ આપ્યો છે આ શો ના જ એક કંન્ટેસ્ટેન્ટ એ.

આ વિશે ખુલાસો કર્યો છે, રૂબીના દિલેક અને તેમના પતિ અભિનવ શુક્લાએ. બને જ સિઝન 14 માં નજર આવ્યા હતા. દર્શકોએ બંનેની જોડીને ખૂબ પ્રેમ આપ્યો હતો. આજ પ્રેમને કારણે રૂબિનાએ આ શો ના તાજ ને પહેર્યો. દરેક વખતે શો ના આવતાની સાથે જ કહેવામાં આવે છે કે શો સ્ક્રિપ્ટએડ હોય છે, આ સવાલનો જવાબ આપ્યો છે શો ની વિનર રૂબીના અને તેમના પતિ અભિનવ શુક્લાએ.

તમને જણાવી દઈએ કે આ ખૂબ સુંદર કપલ ઇન્સ્ટાગ્રામ પર લાઈવ આવ્યા હતા. તે દરમિયાન તેમના ફેન્સ એ તેમને ઘણા સવાલો અને જવાબો કર્યા હતા. આ દરમ્યાન તેમના એક યૂઝરે પૂછ્યું હતું કે શું આ શો સ્ક્રિપ્ટ હોય છે. અભિનવે કહ્યું જુઓ ત્યારે કોઈ એક્ટરને કેટલીક લાઇન આપવામાં આવે છે, શીખવા અને પરફોર્મન્સ કરવા માટે તો તે ઘણીવાર રી ટેક્સ લેતા હોય છે, જેથી પોતાના શો ને બરાબર કરી શકે. તેથી આ શોમાં આવું કરવું તો સંભવ જ નથી કે આ સ્ક્રિપ્ટેડ બનાવે. આ બધી શોને લઈને ગલતફેમી છે, શો સંપૂર્ણ રીતે રીયલ છે.

તેની આગળ અભિનય એ કહ્યું કે શો નો માત્ર એક હેતુ છે કોન્ટેસ્ટંટ ની જે રાય હોય તે ખુલીને દરેકની સામે આવે. તેની આગળ તેમની પત્ની અભિનવ ની વાત ને સપોર્ટ કરતાં કહ્યું હતું કે બિગ બોસ કોઈપણ રીતે સ્ક્રિપ્ટએડ નથી હોતો. ત્યારબાદ અભિનવ ખુલાસો કર્યો કે તે બંને જલ્દી બીજી વાર લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમની મુજબ આ લગ્ન ખૂબ ક્રિએટિવ થવાના છે.

તેની સાથે જ બંનેએ પોતાના આવનારા નવા વિડીયો સોંગ મરજાણીયા ની વિશે પણ જણાવ્યું, આ સોંગ નેહા કક્કર એ ગાયું છે. જેનો ઇંતજાર તેમના ફેન્સ ખૂબ કરી રહ્યા છે. ત્યારબાદ શોની વિજેતા રૂબીના પારસ છાબડા ની સાથે પણ નજર આવનારી છે. રૂબીના અને પારસ ને લઈને એક ગીત પણ તૈયાર થઈ રહ્યું છે. પારસ બિગ બોસ માંથી બહાર આવ્યા પછી ઘણા ગીતમાં જોવા મળી ગયા છે. વધારે ગીતોમાં તેની સાથે માહિરા શર્મા હોય.

Leave a reply:

Your email address will not be published.

Site Footer