વિદેશના સંશોધકો દ્વારા છેલ્લા લાંબા અરસાથી બીટનાં ગુણગાન ખૂબ ગવાઈ રહ્યાં છે. તાજેતરમાં અમેરિકાના સેન્ટ લુઇસમાં આવેલી વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ જાહેર કર્યું છે કે હાર્ટ-ફેલ્યરના દરદીઓમાં બીટનો જૂસ ખૂબ જ ફાયદાકારક છે, એનાથી હૃદયના સ્નાયુની ક્ષમતા સુધરે છે અને લોહી પમ્પ કરવાનું કાર્ય સુધરે છે. આના થોડાક વખત પહેલાં ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ એક્સ્ટરના રિસર્ચરોએ બીટનો જૂસ એક્સરસાઇઝનો સ્ટેમિના અને સહનશીલતા વધારે છે એવું તારવીને કહેલું કે આ જૂસ એથ્લીટ્સ માટે ખૂબ ફાયદાકારક છે.
બીટને હિન્દીમાં ‘ચકુંદર’ અને અંગેજીમાં ‘બીટરૂટ’ કહેવાય છે. બીટમાં કેન્સર રોધી તત્વ હોય છે, જે શરીરને કેસરની જીવલેણ બીમારીથી બચાવે છે. બ્લડ શુગર, શારીરિક કમજોરી અને એનીમિયા જેવી બીમારીથી છુટકારો મેળવવા તમે બીટ ખાઈ શકો છો. તમે આને તમારા ડાયટમાં શામેલ કરી શકો છો. જરૂરી નથી કે પ્રતિદિન એક આખું બીજ જ ખાવું. પણ તમે રોજ રોજ અડધું બીટ ખાશો તો પણ ખરેખર ઘણા ફાયદાઓ થશે.
જો તમે વજન ઉતારવાનું વિચારી રહ્યા છો તો આ બીટ તમારી માટે ફાયદાકારક સાબિત થશે. બીટના જ્યૂસમાં વિટામિન સી, ફાઇબર, નાઇટ્રેટ્સ, બેટાનિન જેવા પોષક તત્વો હોય છે જે તમારા પેટની ચરબીનું ઓછી કરે છે. બીટને તમે બાફી અથવા તો શેકીને પણ ખાઇ શકો છો, જોકે તેને બાફતા કે શેકતા તેમાં રહેલા પોષકતત્વો ઓછા થઇ જાય છે. એવામાં બીટનો જ્યૂસ વધારે ફાયદાકારક છે.
બીટના જ્યૂસમાં ઓછીમાં માત્રામાં કેલેરી હોય છે અને આ જ્યૂસથી એનર્જી પણ મળે છે. બીટમાં મેગ્નેશીયમનો ભરપૂર સ્ત્રોત હોય છે. મેગ્નેશિયમ એક એવુ ખનિજ છે જે વજન ઓછી કરવા માટે મદદરૂપ થાય છે.
બીટ હૃદય માટે પણ ફાયદાકારક છે. બીટનો જ્યૂસ તમને હાઇપરટેન્શન અને હાર્ટ પ્રોબ્લેમ્સથી દૂર રાખે છે. ખાસ કરીને બીટના જ્યૂસનું સેવન કરવાથી વ્યકિતના શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે. જો તમે પણ હાઇબીપીથી પરેશાન છો આ જ્યૂસ પીવાથી માત્ર 1 કલાકમાં શરીર નોર્મલ થઇ જાય છે.
ફાયબરથી ભરપૂર બીટ તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને સ્મૂધ બનાવે છે અને પેટ સંબંધિત તમામ બિમારીઓ સામે લડવામાં મદદરૂપ થાય છે.બીટ ચહેરા પર પડતી કરચલીઓ દૂર કરવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં હાજર એન્ટિ-ઓક્સિડન્ટ ચહેરા પર પડેલી કરચલીઓ હટાવવામાં મદદ કરે છે. આ સમસ્યા દૂર કરવા દરરોજ બીટનો રસ ચહેરા પર લગાવો.
પૌષ્ટિકતાથી ભરપૂર બીટ નેચરલ શુગર હોય છે. આ સિવાય કેલ્શિયમ, મિનરલ, મેગ્નેશિયમ, આયરન, સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ક્લોરિન, આયોડીન અને અન્ય મહત્વપૂર્ણ વિટામિન મળી જાય છે. આ માટે ઘરમાં બાળકોને સલાડ કે જ્યૂસના રૂપે ચોક્કથી ખવડાવો.
બીટ નાઇટ્રેટનો સારો એવો સ્ત્રોત છે. આનું સેવન કરવાથી આ નાઇટ્રેઇટ્સ એક ગેસ નાઈટ્રીક ઓક્સાઈડના એસીડમાં બદલાય જાય છે. આ બંને તત્વો ઘમનીઓ ને પહોળી કરવા અને બ્લડ પ્રેશરને ઘટાડવા સહાયક થાય છે.
બીટનું જ્યુસ પણ ફાયદાકારક છે. આ માનવ શરીરમાં લોહી વધારવાનું કામ કરે છે. આ જ્યુસ હેપેટાઇટીસ, કમળો, ઉબકા અને ઉલટીના ઉપચારમાં લાભદાયક છે.આના સેવનથી કબજીયાત મટે છે. શોધકર્તા અનુસાર દરરોજ ૫૦૦ ગ્રામ બીટ ખાવાથી ૬ કલાકમાં વ્યક્તિને બ્લડ પ્રેશરની સમસ્યા માં ઘટાડો થાય છે.
જે લોકોની આંખ કમજોર હોય તેમને પણ આ સહાયક છે. નબળાઈ ને કારણે આંખમાં થતા દુખાવામાં જો આનું સેવન કરવામાં આવે તો તમને ફાયદો થશે.બીટમાં ‘બીટીન’ નામનું તત્વ હોય છે જે કેન્સર અને ટ્યુમર થવાની સંભાવના ને નષ્ટ કરે છે. સાથે જ આ શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં વિકાસ કરવા પણ ફાયદેકારક છે.